Connect Gujarat
સુરત 

સુરત: શાલિની અગ્રવાલે SMC કમિશ્નર તરીકેનો ચાર્જ સાંભળ્યો, 11 વર્ષ બાદ પાલિકાનું સુકાન મહિલાના હાથમાં

વડોદરા મ્યુ. કમિશનર તરીકે ફરજ બજાવી સુરત બદલી પામેલા આઇએએસ અધિકારી શાલિની અગ્રવાલે આજે સવારે સુરત મહાપાલિકાનો ચાર્જ સાંભળ્યો હતો

સુરત: શાલિની અગ્રવાલે SMC કમિશ્નર તરીકેનો ચાર્જ સાંભળ્યો, 11 વર્ષ બાદ પાલિકાનું સુકાન મહિલાના હાથમાં
X

સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર શાલિની અગ્રવાલે આજે સુરત મ્યુ. કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

વડોદરા મ્યુ. કમિશનર તરીકે ફરજ બજાવી સુરત બદલી પામેલા આઇએએસ અધિકારી શાલિની અગ્રવાલે આજે સવારે સુરત મહાપાલિકાનો ચાર્જ સાંભળ્યો હતો. તેઓ શુક્રવારે સાંજે વડોદરાથી સુરત આવી પહોંચ્યા હતા.પાલિકાના બે ઉચ્ચ અધિકારી દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકીટ હાઉસ ખાતે તેમને વેલકમ કરવામાં આવ્યા હતા. સરકારી બેડામાં કડકાઇથી કામગીરી લેવા માટે જાણીતા શાલિની અગ્રવાલ સુરતના ૩૨મા મ્યુ. કમિશનર છે. તો, બીજા ક્રમે સુરતના મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે તેઓ પાલિકાનું સુકાન હાથમાં લેશે. આ પહેલા એસ.અપર્ણા એપ્રિલ ૨૦૦૭થી સપ્ટેમ્બર ૨૦૧૧ દરમિયાન સુરત મ્યુ. કમિશનર તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે.શાલીની અગ્રવાલે રજાના દિવસે જ ચાર્જ લીધો છે. આ સાથે જ વહીવટી તંત્રને આરામ કે આળસ છોડી કામે લાગી જવાનો મેસેજ પણ આપી રહ્યાં છે.

Next Story