/connect-gujarat/media/post_banners/90413eeac35835cf9d45f055d5cb176f31e8b48c60980702b7c1fe4c280505f7.jpg)
સુરત એસટી બસ ડેપો ખાતે એસ.ટી.વિભાગના કર્મચારીઓએ મોટી સંખ્યામાં કાળી પટ્ટી ધારણ કરી પડતર માંગોને લઈને વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્યભરમાં સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે હાલમાં જ સરકારી શિક્ષકો, આશા વર્કરો, સરકારી તબીબો, સહિતના કર્મચારીઓએ સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કરી પોતાની પડતર માંગણીઓ સ્વીકારવા આંદોલન કર્યું હતું.એસ.ટી.વિભાગના કર્મચારીઓ સુરત એસટી બસ ડેપો ખાતે એકત્રિત થઈ કાળી પટ્ટી ધારણ કરી સરકાર વિરુદ્ધ સૂત્રચાર કાર્ય હતા બસ ડાઈવર કંડકટર સહિતના કર્મચારીઓના ગ્રેડ પે, મોંઘવારી ભથ્થાની માંગણી કરી હતી.અગામી દિવસોમાં માંગ સ્વીકારવામાં નહીં આવે તો 45 હજાર કરતાં વધુ કર્મચારીઓ 7 હજાર બસના પેંડા થોભાવી આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.