Connect Gujarat
સુરત 

સુરત : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે કરી ધૂળેટીની ભવ્ય ઉજવણી...

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધૂળેટીના દિવસે પોલીસ સિક્યુરિટી ગાર્ડ અને કોન-વે વગર મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

X

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધૂળેટીના દિવસે પોલીસ સિક્યુરિટી ગાર્ડ અને કોન-વે વગર મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ સાથે જ તેઓએ પોતાના પરિવાર અને પોલીસ કર્મચારીઓ સાથે પારંપરિક રીતે ધૂળેટીની ઉજવણી કરી હતી.

આજે દેશભર હોળી-ધૂળેટીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. મહત્વની વાત તો એ છે કે, ગુહમંત્રી સાથે રહેતા સિક્યુરિટી ગાર્ડને એક દિવસ માટે રજા આપી દેવામાં આવી હતી. તેઓ પોલીસ કોન-વે વગર સુરતના શ્રી ઇચ્છાનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા પહોચ્યા હતા. રાજ્યના લોકોની સુખાકારીની પ્રાર્થના બાદ તેઓએ પોતાના પરિવાર અને પોલીસ કર્મચારીઓ સાથે પારંપરિક રીતે ધૂળેટીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેઓએ રાજ્યની જનતાને હોળી-ધૂળેટી નિમિત્તે શુભકામનાઓ પાઠવી

Next Story