સુરત : કતારગામ-ગોતાલાવાડીમાં HVK ડાયમંડના રત્ન કલાકારોની હડતાળ બીજા દિવસે પણ યથાવત...

ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષના ઈતિહાસમાં આ સૌથી લાંબી મંદી છે. તો બીજી તરફ, મંદી અને મોંઘવારીએ કેટલાક રત્ન કલાકારોના જીવ પણ લીધા છે. તેવામાં કતારગામના ગોતાલાવાડીમાં રત્ન કલાકારો હડતાળ પર ઉતાર્યા છે

New Update
  • ડાયમંડ ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી

  • કતારગામના ગોતાલાવાડીમાં રત્ન કલાકારોની હડતાળ

  • HVK ડાયમંડના રત્ન કલાકારોની બીજા દિવસે પણ હડતાળ

  • ભાવ વધારાની માંગ સાથે હડતાળને યથાવત રખાય

  • ભાવ વધારો નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ ગોતાલાવાડી સ્થિતHVK ડાયમંડના રત્ન કલાકારો ભાવ વધારાની માંગ સાથે છેલ્લા 2 દિવસથી હડતાળની રાહે આવ્યા છે.

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષના વધુ સમયથી મંદી ચાલી રહી છે. ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષના ઈતિહાસમાં આ સૌથી લાંબી મંદી છે. તો બીજી તરફમંદી અને મોંઘવારીએ કેટલાક રત્ન કલાકારોના જીવ પણ લીધા છે. તેવામાં કતારગામ વિસ્તારમાં આવેલ ગોતાલાવાડી સ્થિતHVK ડાયમંડના રત્ન કલાકારો છેલ્લા 2 દિવસથી હડતાળની રાહે આવ્યા છે.

રત્ન કલાકારો ભાવ વધારો કરવાની માંગ સાથે કામથી અળગા રહી હડતાળ પર ઉતર્યા છે. આ મામલે આજે બીજા દિવસે પણ રત્ન કલાકારોએ ભેગા થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ કરતા માલિકે ભાવ વધારો કરવાની બાંહેધરી આપી હતી. પરંતુ ભાવમાં વધારો ન કરતા રત્ન કલાકારો હડતાળ ઉપર યથાવત રહ્યા છે.

રત્ન કલાકારોને અત્યારે એક ડાયમંડ તળિયાનો 16 રૂપિયા 50 પૈસા ભાવ આપવામાં આવે છે. રત્ન કલાકારોની માંગણી છે કેતેમાં 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવેજ્યાં સુધી ભાવ વધારો નહીં થાય ત્યાં સુધી રત્ન કલાકારોની હડતાળ યથાવત રહેશે તેવું ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જણાવાયું હતું.

Read the Next Article

સુરત : સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં મળ્યો પહેલો ક્રમ,પાલિકા તંત્ર અને સફાઈ કર્મીઓમાં ખુશી

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે.

New Update
  • સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત અવ્વલ નંબરે

  • કેન્દ્રના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે મેળવ્યું સ્થાન

  • રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયો એવોર્ડ કાર્યક્રમ

  • સ્વચ્છ સુપર લીગમાં સુરતને મળ્યું સ્થાન

  • મનપાના અધિકારીઓ અને સફાઈકર્મીઓએ કરી ઉજવણી

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે.

દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના ત્રણ શહેરનો સમાવેશ થયો છે. જેમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત અને ગાંધીનગર તો મોટા શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે. સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણી સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો.

આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડ સમારંભનું લાઇવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો-પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું.સુરતને સ્વચ્છતાનો એવોર્ડ મળતા આ ખુશીની પળને મહાનગરપાલિકાના હોદ્દેદારો,સત્તાધીશો અને સફાઈકર્મીઓ દ્વારા મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી.