સુરત : પાંડેસરાના નિઃશુલ્ક બુદ્ઘ વિહાર ક્લાસના વિદ્યાર્થીઓએ બંધારણની આવૃત્તિ સાથે યોજી સંવિધાન યાત્રા

સુરત શહેરના પાંડેસરા વિસ્તારના નિઃશુલ્ક બુદ્ઘ વિહાર ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા સંવિધાનની આવૃત્તિ લઇ સંવિધાન યાત્રા કાઢવામાં આવી હતી.

New Update
સુરત : પાંડેસરાના નિઃશુલ્ક બુદ્ઘ વિહાર ક્લાસના વિદ્યાર્થીઓએ બંધારણની આવૃત્તિ સાથે યોજી સંવિધાન યાત્રા

તા. 26 નવેમ્બરના રોજ ભારતીય સવિધાન દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તારના નિઃશુલ્ક બુદ્ઘ વિહાર ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા સંવિધાનની આવૃત્તિ લઇ સંવિધાન યાત્રા કાઢવામાં આવી હતી.

બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે તા. 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય સંવિધાન રચીને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, વડાપ્રધાન જવાલાલ નેહરુ, ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને અર્પિત કર્યું હતું. આ દિવસને ભારતીય સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરના નિઃશુલ્ક બુદ્ધ વિહાર ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભારતીય બંધારણની આવૃત્તિ લઈને સંવિધાન યાત્રા કાઢી હતી. આ યાત્રામાં યુવાઓ સહિત સામાજિક કાર્યકરો જોડાય ડોર ટુ ડોર લોકોને ભારતીય બંધારણ વિશે માહિતગાર કરી જાગૃત કર્યા હતા.

Latest Stories