સુરત : અઠવામાં શાળા દ્વારા પરમિટ કાર્ડ નહિ મળતા વિધાર્થીના વાલીનો વિરોધ

500 જેટલાં વિદ્યાર્થીઓના એડમિશન કાર્ડ અટકાવ્યા હોવાની ફરિયાદ સાથે વાલીઓ શાળા બહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો

New Update
સુરત : અઠવામાં શાળા દ્વારા પરમિટ કાર્ડ નહિ મળતા વિધાર્થીના વાલીનો વિરોધ

સુરતના અઠવા વિસ્તારમાં આવેલ મેટાસ સ્કૂલ બહાર વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે પરમીટ કાર્ડ નહીં આપવામાં આવતા શાળા બહાર જ વાલીઓએ શાળા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે. સુરત શહેરની મેટાસ સ્કૂલ ખાતે વાલીઓ દ્વારા આજ રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 500 જેટલાં વિદ્યાર્થીઓના એડમિશન કાર્ડ અટકાવ્યા હોવાની ફરિયાદ સાથે વાલીઓ શાળા બહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. આગળના ધોરણમાં જવા માટે વિદ્યાર્થીઓને એડમિશન કાર્ડ અપાય છે વાલીઓની જમા ફી શાળા દ્વારા પરત નહીં આપતાં રોષ જોવા મળ્યો છે. સરકારના આદેશ છતાં પણ શાળા દ્વારા ફી પરત કરવામાં નથી આવી