Connect Gujarat
સુરત 

સુરત : શાળાની ફી નહીં ભરાતા વિદ્યાર્થીઓને પરિક્ષામાં નહીં બેસવા દેવાતા હોબાળો...

ફી ન ભરવા મુદ્દે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા બહાર એકઠા ઉગ્ર વિરોધ નોંધાવ્યો

X

સુરત શહેરના પર્વત પાટિયા નજીક આવેલી આર.એમ.જી. મહેશ્વરી શાળામાં ફી ન ભરવા મુદ્દે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા બહાર એકઠા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

સુરતમાં સોમવારથી ધોરણ-9થી 12ની પહેલી કસોટી શરૂ થઇ છે. જે 27 ઓક્ટોબર સુધી ચાલશે. વિદ્યાર્થીઓએ પહેલી કસોટી ફરજિયાત સ્કૂલ પર આવીને ઓફલાઇન આપવાની રહેશે, ત્યારે પર્વત પાટિયા નજી કાવેલી આર.એમ.જી. મહેશ્વરી શાળા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. ફી ન ભરવા મુદે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ 50થી 70 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વાલીઓને જાણ કરાય હતી, જેથી વાલીઓ પણ શાળા ખાતે દોડી આવ્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અહી ફીને લઈને અમને હોલ ટીકીટ આપવમાં આવી ન હતી. જોકે, ૩ કલાકથી વધુ સમય માટે બાળકો શાળા બહાર ઉભા રહ્યા હતા, ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેવાયા હોવાનો મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

Next Story