Connect Gujarat
સુરત 

સુરત : સચિન વિસ્તારના જર્જરિત આવાસ મામલે આપની કલેકટરને રજૂઆત,વ્હેલીતકે સમારકામની માંગ

જર્જરિત બિલ્ડિંગનું સ્લેબના પોપડા પડવાની ઘટના આપના કાર્યકર્તાઓ સ્થાનિકો સાથે મેદાને ઉતાર્યા નવી બિલ્ડીંગ બનાવી આપવા કલેકટરને રજૂઆત

X

સુરતના સચિન વિસ્તારમાં જર્જરિત સરકારી આવાસ મામલે આમ આદમી પાર્ટી અને સ્થાનિક રહીશો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ સલ્મ બોર્ડના જર્જરિત બિલ્ડિંગનું સ્લેબના પોપડા પડવાની ઘટના બની હતી. હાલ બિલ્ડીંગમાં રહી શકાય તેમ નથી અને લોકોને કોઈ યોગ્ય રહેવા માટે જગ્યા ન મળતાં તેઓ જીવના જોખમે આ જર્જરિત આવાસમાં રહી રહ્યા છે. રહીશો દ્વારા અનેક વખત યોગ્ય રહેવા માટે જગ્યા આપવા માંગ કરી છે. બિલ્ડીંગ તોડી ફરી નવી બનાવી આપવા રજૂઆતો કરાઈ છે. પરંતુ આજદિન સુધી કોઈ નિવારણ નહિ આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બિલ્ડીંગ નવી બનાવવાની સાથે યોગ્ય સ્થળે રહેવા જગ્યાની માંગ સાથે આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Next Story