Connect Gujarat
સુરત 

સુરત: સુમુલ ડેરી દ્વારા આઈસ્ક્રીમ અને કોન મેકિંગ પ્લાન્ટનું કરશે નિર્માણ, CR પાટીલના હસ્તે ભૂમિપૂજન

કામરેજ તાલુકાના પારડી ખાતે આવેલ સુમુલ ડેરી દ્વારા 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી ખાતે આઈસ્ક્રીમ અને કોન મેકિંગ પ્લાન્ટનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.

X

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પારડી ખાતે આવેલ સુમુલ ડેરી દ્વારા 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી ખાતે આઈસ્ક્રીમ અને કોન મેકિંગ પ્લાન્ટનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.

દેશભરમાં આઈસ્ક્રીમનું વેચાણ વધતા ભારતમાં અમુલ બ્રાન્ડથી બનતા આઈસ્ક્રીમનું ઉત્પાદન વધારવા અમુલ ડેરીએ નિર્ણય લીધો છે. કેન્દ્રની પ્રોડક્ટ લિંક ઈન્સેન્ટિવ સ્કીમમાં મંજૂરી મેળવનાર સુમુલ ડેરી પ્રથમ સંસ્થા બની છે.125 કરોડના ખર્ચે સુમુલ ડેરી આઈસ્ક્રીમ અને કોન મેકિંગ પ્લાન્ટ તૈયાર થશે.સુમુલ ડેરી રોજ એક લાખ લીટર આઈસ્ક્રીમના ઉત્પાદનની સાથે રોજ 3 લાખ કોનનુ ઉત્પાદન કરશે સાથે જ સુમુલ ડેરીના આ પ્લાન્ટની ક્ષમતા 8 લાખ કોન રોજ ઉત્પાદન કરવાની બનશે ત્યારે ગુજરાતની 27 ડેરીઓ પૈકી આઈસ્ક્રીમ કોન બનાવનાર સુમુલ ડેરી પ્રથમ બનશે.

આ ઉપરાંત કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ ફ્રુડ પ્રોસેસિંગ સ્કીમ પ્રધાન મંત્રી કિસન સંપદા યોજના હેઠળ સુમુલ ડેરીને ઓર્ગેનિક લેબોરેટરી બનાવવા માટે પણ પસંદ કરવામાં આવી છે.તે પેટે રૂપિયા 20 કરોડ સુમુલ ડેરીને મળશે.ખાતમુર્હત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.સાથે જ રાજ્ય સરકારના નાણા મંત્રી કનુ દેસાઈ, સહકાર અને કુટિર મંત્રી જગદીશ પંચાલ, કૃષિ ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલ તેમજ ગુજરાત કો. ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના એમ.ડી. આર. એસ. સોઢી તેમજ મોટી સંખ્યામાં સહકારી આગેવાનો ખેડૂતો હાજર રહ્યા હતા.

Next Story