કાપડ નગરી સુરતમાં આજે સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
દેશભરમાં આજે 160મી સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે સુરતમાં પણ મનપા દ્વારા વિવેકાનંદજીની જન્મજયંતિ ઉજવણી કરાઈ છે.સ્વામી વિવેકાનંદ જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ખાસ પણ કહેવામાં આવે છે કારણ કે રાષ્ટ્રીય યુવા દિવસ યુવાઓને સમર્પિત છે. સ્વામી વિવેકાનંદ હંમેશા યુવાનો માટે પ્રેરણા દાયક રહ્યા છે. મહાન યુવા પ્રેરણાદાયકની 160મી જન્મ જયંતી નિમિત્તે શહેરના મકાઈ પુલ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય સહિત કોર્પોરેટરો દ્વારા વિવેકાનંદની પ્રતિમાને સુતરાંજલી અર્પણ કરી હતી સાથે જ મહાનગરપાલિકાના અધિકારીઓએ સહિત શાળા બાળકો કાર્યક્રમમાં જોડાયા હતા