સુરત : મનપા સંચાલિત સ્વિમિંગ પુલ શરૂ કરાયા, લોકોની પાંખી હાજરી..!

સમગ્ર જીલ્લામાં ઘટ્યું કોરોના મહામારીનું સંક્રમણ, મનપા સંચાલિત શહેરના સ્વિમિંગ પુલને પુનઃ શરૂ.

New Update
સુરત : મનપા સંચાલિત સ્વિમિંગ પુલ શરૂ કરાયા, લોકોની પાંખી હાજરી..!

સુરત જીલ્લામાં હાલ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, ત્યારે મનપા સંચાલિત શહેરના સ્વિમિંગ પુલને શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, સ્વિમિંગ પુલ શરૂ થતાં પ્રથમ દિવસે જ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.

સુરતમાં કોરોના મહામારીના કારણે છેલ્લા 18 મહીના બંધ રહેલા મનપા સંચાલિત સ્વિમિંગ પુલને ફરી શરૂ કરવામાં આવ્યા છે. જેમાં કોવિડની તમામ ગાઈડલાઈનના પાલન સાથે 4 જેટલા સ્વિમિંગ પુલને શરૂ કરાયા છે. જોકે, શહેરમાં સ્વિમિંગ પુલ તો શરૂ થયા છે, પરંતુ હજુય ઘણા લોકોને કોરોનાનો ડર સતાવી રહ્યો હોય તેમ સ્વિમિંગ પુલમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. સવારથી સાંજ સુધીના બેચમાં માંડ 10થી 15 લોકો આવ્યા હતા. જોકે, સ્વીમર્સની સંખ્યા વધવાની શહેરના પુલ સંચાલકો આશા સેવી રહ્યા છે.

Latest Stories