New Update
સુરત શહેર તથા જીલ્લામાં લોકો પાસેથી મોબાઈલ તફડાવી લેનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર તથા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ચોરીની ઘટનાઓ સતત પ્રકાશમાં આવતી રહી છે, ત્યારે મોબાઈલ ચોરી કરતાં તસ્કરોને ઝડપી પાડવામાં જહાંગીરપુરા પોલીસને મોટી સફળતા મળી છે. સુરતના BRTS બસ સ્ટેશનમાં મોકાનો લાભ ઉઠાવી મોબાઇલની ચોરી કરતાં 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જેમાંથી 2 આરોપી અમરોલી આવાસમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જે આરોપીઓના મકાનમાંથી મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. અગાઉ પણ આ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ થયો છે, ત્યારે હાલ તો જહાંગીરપુરા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories