Connect Gujarat
સુરત 

સુરત: 7 લોકોના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા,પોલીસે તપાસ કરે એ જરૂરી

સુરતમાં 7 લોકોના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

X

સુરતમાં 7 લોકોના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ આ દિશામાં પણ તપાસ કરે એ જરૂરી બન્યુ છે.

સુરત શહેરના પાલનપુર જકાતનાકા ખાતે શનિવારે સવારે એપાર્ટમેન્ટમાં માતા-પિતા તથા પત્ની અને તેમના ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવીને હત્યા કર્યા બાદ ફર્નીચરના ધંધો કરતા યુવાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ મામલે એક ચોંકાવનારી વાત સામે આવી છે. મનીષ કેટલાક સમયથી તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોવાની આશંકા છે. મનીષે થોડા સમય પહેલા કોઈ અઘોરીના આશીર્વાદ લેતો હોય એવો વીડિયો પણ ફેસબૂક પર મૂક્યો હતો. સોલંકી પરિવારના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનામાં પરિવારની હત્યા કરીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરનાર ઘરના મોભી મનીષભાઈ સોલંકી ધાર્મિક જીવનને વધુ મહત્વ આપતા હતા. તેઓ રોજ વહેલી સવારે ભગવાનનું ધ્યાન પણ ઘરતા હતા. ઉપરાંત તમામ ધર્મને માનતા હતા. તેઓ કોઈ તાંત્રિક વિધિ કરતા હોય એવા આશ્રમમાં પણ જતા હતા. ઘટના પહેલાં જ મનીષભાઈએ શુક્રવાર રાત્રિના નવ વાગ્યાના અરસામાં માતાની છબી આગળ દિવો મૂક્યો હોવાનો ફોટો વ્હોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો, બાદમાં મનીષભાઇએ ઘરના સભ્યોની હત્યા કરીને પોતે જીવન ટુંકાવ્યું હતું. પોલીસ દ્રારા આ બાબતે તપાસ કરવામાં આવે તો તાંત્રિક વિધિઓને લઈને ફરતી વાતોમાં સચોટ તારણ બહાર આવી શકે છે.

Next Story