સુરત : સાસરિયાના ત્રાસથી શિક્ષિકાએ ઝેરના ઘૂંટ પીને જીવતર ટૂંકાવ્યું,પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી શરૂ કરી તપાસ

મૃતક આરતીબેનને પતિ નિલેશ, તેની બે નણંદો, સાસુ-સસરા ઘરમાં કોઈકને કોઈક બાબતને લઈ ઝઘડાઓ કરી ટોર્ચર કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા...

New Update
  • સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત

  • 33 વર્ષીય શિક્ષિકાએ ઝેરી દવા પી કર્યો આપઘાત

  • સાસરીયાઓના માનસિક ત્રાસથી ભર્યું અંતિમ પગલું

  • ફિઝિયોથેરાપીસ્ટ પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ

  • પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને શરૂ કરી કાર્યવાહી 

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 33 વર્ષીય શિક્ષિકાએ લગ્નના પાંચ વર્ષમાં જ ફિઝિયોથેરાપિસ્ટ પતિસાસુ-સસરા અને બે નણંદોના ત્રાસથી કંટાળીને 17 ઓગસ્ટના રોજ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.પોલીસે મહિલાના સાસરી પક્ષ વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો દર્જ કરીને તપાસ શરૂ કરી છે.

સુરતના અમરોલી કોસાડ આવાસ નજીક આવેલ પ્રમુખ હાઈટ્સમાં 33 વર્ષીય આરતી નિલેશભાઈ નારોલા પરિવાર સાથે રહેતા હતા. આરતી સાથે નિલેશના પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. બંનેને આ લગ્નગાળા દરમિયાન સંતાન નથી. નિલેશ સરથાણા વિસ્તારમાં પોતાનું ફિઝિયોથેરાપીનું ક્લિનિક ચલાવે છે. જ્યારે આરતી શિક્ષિકા હોવાથી બાળકોનું ટ્યુશન ક્લાસ ચલાવતી હતી.

આરતીબેનને પતિ નિલેશતેની બે નણંદોસાસુ-સસરા ઘરમાં કોઈકને કોઈક બાબતને લઈ ઝઘડાઓ કરી ટોર્ચર કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળીને અંતે આરતીબેને 17 ઓગસ્ટની સવારે ઘરે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ પતિને થતા જ તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં આરતીબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અમરોલી પોલીસ દ્વારા આ મામલે માતાની ફરિયાદ આધારે મૃતક આરતીબેનના પતિ નિલેશતેઓની બંને નણંદસાસુ-સસરા વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories