સુરત : ટેક્સટાઈલ ઉદ્યોગોએ બજેટને આવકાર્યું,તો ડાયમંડ વર્કસ યુનિયનમાં અંદાજપત્ર થી અસંતોષ

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું હતું.જોકે,હીરા ઉદ્યોગ માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ વર્કર યુનિયનમાં અસંતોષ જોવા મળ્યો

New Update
  • રાજ્યના નાણામંત્રીએરજુ કર્યું બજેટ

  • બજેટમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ જાહેરાત

  • રૂ.2000 કરોડની કરવામાં આવી જોગવાઈ

  • ડાયમંડ ઉદ્યોગમાં બજેટને લઈને સાંપડી નારાજગી

  • ડાયમંડ વર્કસ યુનિયનમાં છવાયો અસંતોષ 

ગુજરાત રાજ્ય સરકારના નાણામંત્રી દ્વારા ટેકસટાઇલ પોલિસી માટે રૂ.2 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.જેને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ આવકાર્યું હતું.જોકે,હીરા ઉદ્યોગ માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ વર્કર યુનિયનમાં અસંતોષ જોવા મળ્યો હતો.

ગુજરાત રાજ્ય સરકારના નાણામંત્રી કનુ દેસાઈએ આજે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું,જેમાં તેઓએ વિવિધ મહત્વલક્ષી બાબતોને આવરી લીધી હતી,અને ખાસ કરીને ટેક્સટાઈલ  ઉદ્યોગ માટે પણ આ બજેટમાં રૂપિયા 2 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે,ત્યારે ગુજરાતના  ટેક્સટાઈલ હબ ગણાતા સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ આલમે ખુશી વ્યક્ત કરીને બજેટને આવકાર્યું હતું,અને બજેટને ટેક્સટાઈલ ઉદ્યોગમાં નવું જોમ અને જુસ્સો લાવનાર તેમજ વિકાસલક્ષી ગણાવ્યું હતું.  

તો બીજી તરફ સુરતના ડાયમંડ બજારમાં બજેટને લઈને અસંતોષ જોવા મળ્યો હતો.મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં કોઈજ જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી છે.ડાયમંડ વર્કર યુનિયનને આ બજેટથી અસંતોષ વ્યક્ત કર્યો હતો.છેલ્લા ઘણા સમયથી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને લઈ અનેક રજૂઆત કરવામાં આવી હતી,પરંતુ તેમછતાં રત્નકલાકારોની કોઈ જ દરકાર લેવામાં આવી ન હોવાનું ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું હતું.

Read the Next Article

સુરત: ગ્રા.પં.ની ફોર્મ્યુલાનો ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં કરાયો અમલ, સમરસ જાહેર થતા લીના દેસાઈ બન્યા પ્રમુખ

ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ,ઉપપ્રમુખ અને હોદ્દેદારો માટે યોજાનાર ચૂંટણી પહેલા સંઘ સમરસ જાહેર થતા મતદાન પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી

New Update
  • શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણી મોકૂફ

  • શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ સમરસ જાહેર

  • ગ્રામ પંચાયતની ફોર્મ્યુલા શિક્ષક સંઘમાં લાગુ કરાઈ

  • સમરસની ફોર્મ્યુલાથી પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી

  • શિક્ષક સંઘમાં પ્રમુખ તરીકે લીના દેસાઈની પસંદગી

સુરત જિલ્લા ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ,ઉપપ્રમુખ અને હોદ્દેદારો માટે યોજાનાર ચૂંટણી પહેલા સંઘ સમરસ જાહેર થતા મતદાન પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી,અને સર્વાનુમતે પ્રમુખ તરીકે લીના દેસાઈની નિમણુંક કરવામાં આવી હતી.

રાજ્યમાં જ્યારે ખાસ કરીને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાય છે,ત્યારે ગામના હિતને ધ્યાનમાં રાખીને સમરસની ફોર્મ્યુલા અપનાવવામાં આવે છે.ત્યારે આજ સિદ્ધાંતને સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં અમલ કરવામાં આવ્યો છે.શિક્ષક સંઘમાં પ્રમુખ,ઉપપ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણી યોજાનાર હતી.પરંતુ  શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે વાર્તાલાપ બાદ ચૂંટણી ન યોજાય અને નિર્વિઘ્ને પ્રમુખ,ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવે તેવા પ્રયત્નોને વેગ આપવામાં આવ્યો હતો.

જે આખરે સફળ રહ્યો હતો,અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ચૂંટણી સમરસ જાહેર થઇ હતી.જેમાં પ્રમુખ તરીકે સર્વાનુમતે લીના દેસાઈની નિમણુંક સાથે ઉપપ્રમુખ અને હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી.અને સર્વાનુમતે સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ સમરસ બનાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રમુખ લીના દેસાઈએ જણાવ્યું હતું કે શિક્ષકોને લગતા તમામ સંઘના પ્રશ્નોને સરકાર સુધી રજૂઆત કરીને તેના નિરાકરણ માટે કામ કરવાની ખાતરી તેઓએ આપી હતી.