ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સની લોકપ્રિયતા વધી રહી છે તેવામાં સુરતના એક માર્કેટ વેપારીએ ધ કાશ્મીર ફાઈલ પર એક ખાસ સાડી તૈયાર કરી છે.
સુરતના અભિનંદન માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા વિનોદ સુરાના નામના વેપારીએ ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સની લોકપ્રિયતાને જોતા એક ખાસ સાડી તૈયાર કરી છે. વેપારીનું માનવું છે સુરતના કાપડના વેપારીઓ પોતાની હોમ પ્રોડક્ટ સાડી અને તેના પર તેની પ્રિન્ટ બનાવવાનું ચૂકતા નથી. મોટા ભાગના વેપારીઓ કોઈ લોકપ્રિય કરન્ટ વિષય કે ફિલ્મની ખાસ પ્રિન્ટ તૈયાર કરીને બજારમાં મૂકી રહ્યા છે.
સાડી બનવાનાર વેપારી વિનોદ સુરાના જણાવ્યું હતું કે તેઓ પરિવાર સાથે ફિલ્મ જોવા ગયા હતા ત્યારે ફિલ્મમાં જે હકીકત જોઈ તે આ સાડીમાં દર્શાવી છે. જેવી રીતે ફિલ્મ ટેક્સ રાખવામાં આવ્યું છે તે જ પ્રકારે સદી પર પણ દર્શાવામાં આવ્યું છે તે સાથે જ આ સાડીમાં કાશ્મીરમાં થયેલ પંડિત પર અત્યાચારનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.