Connect Gujarat
સુરત 

સુરત: કાપડ વેપારીઓને હવે કોલસા માટે રડવુ નહિ પડે, ક્રિભકો ઓછા ભાવે આપશે કોલસો

દક્ષિણ ગુજરાત ઇન્ડસ્ટ્રીને કોઈની નજર લાગી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કોરોના બાદ માંડ-માંડ ઉભી થયેલી કાપડ ઇન્ડસ્ટ્રીને હવે કોલસો રડાવી રહ્યું છે

X

દક્ષિણ ગુજરાત ઇન્ડસ્ટ્રીને કોઈની નજર લાગી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કોરોના બાદ માંડ-માંડ ઉભી થયેલી કાપડ ઇન્ડસ્ટ્રીને હવે કોલસો રડાવી રહ્યું છે ત્યારે મિલ માલિકો દ્વારા કોલસો સસ્તા ભાવે મળી રહે તે માટે પૂરતું આયોજન કરી રહ્યું છે.

સુરતની વાત કરીએ તો અંદાજીત ૪૦૦ થી વધુ કાપડની મિલો આવેલી છે .છેલ્લા છ મહિનામાં જે રીતે કોલસાના ભાવોમાં વધારો થયો છે ત્યારબાદ મિલમાલિકોની કમર તૂટી ગઈ છે દૈનિકની જો વાત કરીએ તો મિલ માલિકોને ૧૨થી ૧૫ હજાર ટન જેટલો કોલસાની જરૂરિયાત છે. જેની સામે મિલમાલિકો પહેલા અદાણી અને સ્પેક્ટ્રમ જેવી કંપનીઓ પાસેથી તેમના રેટ અને શરત મુજબ તેમની પાસેથી કોલસો ખરીદવાની ફરજ પડતી હતી .જે કોલસો રૂપિયા 5,000 થી ખરીદતા હતા, તેનો સીધો ભાવ 12 થી 15 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો હતો .જેને કારણે મિલમાલિકોની હાલત અત્યંત કફોડી બની ગઇ હતી.

જેથી કોલસો સસ્તા ભાવે મળી રહે અને મિલ માલિકોને રોજેરોજ કોલસો પૂરતા પ્રમાણમાં મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી મિલ માલિકોને કોલસો દેશની બહારથી મંગાવો પડતો હતો, જો કે હવેથી મિલમાલિકો ક્રિભકો પાસેથી જ આ કોલસો ખરીદવાનો નિર્ણય કર્યો છે. જેમાં મિલ માલિકોને ૧૫ ટકા જેટલો કોલસાના ભાવમાં રાહત પણ થઈ જશે .આ સાથે આસામ, બિહાર જેવા રાજ્યોમાંથી બાય ટ્રેન ક્રિભકોના ગોડાઉન પર કોલસો ડાયરેક્ટ ઉતારી પણ શકાશે. હાલ ક્રિભકોના ડાયરેક્ટર સાથે મિલમાલિકોની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે ૨ થી ૫ ની વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આ જેટીનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને ત્યારબાદ મિલમાલિકો જાતે જ ક્રિભકો પાસેથી કોલસો ખરીદી શકશે.

Next Story