-
સુરત પોલીસની ગુનેગારી આલમ પર તવાઈ
-
અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા આરોપીઓ
-
સાંકડી સર્ચમાં પોલીસ પણ ચઢી ગઈ ગોથે
-
ભૂલભૂલૈયા સમાન મકાનથી પોલીસ પણ ગૂંચવાઈ
-
પોલીસથી બચીને ભાગવા મકાન વચ્ચે બ્રિજ પણ બનાવ્યો
સુરત શહેરમાં હાર્ડકોર ક્રિમિનલો દ્વારા પોલીસ પણ ગોઠે ચઢી જાય તેવા રહેઠાણ બનાવ્યા છે.ગેરકાયદેસર કરેલું બાંધકામ ભૂલભૂલૈયા સમાન છે,પોલીસ દ્વારા મનપાની ટીમને સાથે રાખીને આ બંધકમ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત શહેરમાં કેટલાક હાર્ડકોર ક્રિમિનલો પોલીસથી બચવા માટે ગેરકાયદે બાંધકામ કરી રહ્યા છે, જે ભુલભુલૈયા સમાન છે.ઘણી વખત તો સ્ટ્રક્ચર બહારથી ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોય છે,પરંતુ આ અસામાજિક તત્વો બંગલાની અંદર લક્ઝુરિયસ લાઈફ જીવતા હોય છે.
એક ઘરમાંથી બીજા ઘરમાં જવા ટેમ્પરરી બ્રિજ ગેરકાયદે બાંધકામો તોડવા સાંકડી ગલીઓમાં જવા માટે ગોથે ચઢેલી સુરત પોલીસ મનપાની મદદ લઈ રહી છે. અસામાજિક તત્વોએ પોતાના ઘર નજીક ગેરકાયદે ફૂટ ઓવરબ્રિજ, ગૂંચવાયેલા રસ્તાઓનો ઉકેલ લાવવા નકશા મંગાવી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ જ્યારે પણ પોલીસ પકડવા આવે ત્યારે હાથમાં ન આવે તે માટે એક મકાનથી બીજા મકાન સુધી ટેમ્પરરી બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે.
સુરત પોલીસે કુખ્યાત સજ્જુ કોઠારી અને સમીર માંડવાના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચલાવ્યું હતું. બીજી તરફ, અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલા અલ્તાફ પટેલ અને તેના ભાઈ ઈરફાનના ઘરોમાં ક્રાઈમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.માત્ર અઢી ફૂટ પહોળી ગલી ક્રોસ કર્યા બાદ આરોપી અલ્તાફનો આલિશાન બંગલો જોવા મળ્યો હતો. પોલીસ સર્ચ માટે જ્યારે અલ્તાફના બંગલે પહોંચી ત્યારે તો આખી બિલ્ડિંગ જોઈને ચોંકી ગઈ! એક મકાન સાથે બીજુ અને બીજા સાથે ત્રીજુ મકાન જોડાયેલું હતું.
પોલીસ જ્યારે ડિમોલિશન કરવા પહોંચી ત્યારે ગોથે ચઢી હતી. પોલીસને એક મકાનમાંથી બીજા અને ત્યાંથી સીધા ત્રીજા મકાનમાં જવાનો રસ્તો પણ મળી આવ્યો હતો. આરોપી અલ્તાફ કરોડો રૂપિયાના મકાનમાં રહે છે. કેટલી બારીઓ, કેટલા દરવાજા અને કેટલી દિવાલો ગેરકાયદે છે, તેની તમામ વિગતો સુરત ક્રાઈમ બ્રાન્ચે મહાનગરપાલિકા પાસેથી મંગાવી છે. આ માહિતી મળ્યા બાદ હથોડા અને બુલડોઝર સાથે મોટી કાર્યવાહી શક્ય છે.અલ્તાફના તમામ સંબંધીઓના મકાનો પણ તપાસ હેઠળ છે.
અલ્તાફ અને ઈરફાનના ઘર નજીક લોખંડના ટેમ્પરરી બ્રિજ જોવા મળ્યા. લગભગ 10 મીટર લાંબા આ બ્રિજ પોલીસથી બચવા માટે બનાવવામાં આવ્યા હતા.