Connect Gujarat
સુરત 

સુરત : એમ્બ્રોડરીના કારખાનામાં આગ લાગતા કાપડનો જથ્થો બળીને ખાખ, ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ......

એમ્બ્રોડરીના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી

સુરત : એમ્બ્રોડરીના કારખાનામાં આગ લાગતા કાપડનો જથ્થો બળીને ખાખ, ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ......
X

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરીના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. આજની ઘટનાની જાણ થતાં ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે ધુમાડો વધુ હોવાથી ફાયર વિભાગના જવાનોએ ઑક્સિજન માસ્ક પહેરી અંદર ઘુસી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉધના વિસ્તારમાં સુમન દેસાઇની વાડીમાં આવેલા એમ્બ્રોડરી કારખાનામાં આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જેથી તાત્કાલિક માનદરવાજા, નવસારી બજાર અને મજૂરા ફાયર સ્ટેશનની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

આગ પર કાબુ મેળવી કૂલોંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આગની ઘટનાને લઈ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. સબ ફાયર ઓફિસર જે જે ઇસરાનીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્રણ ફાયર સ્ટેશનની 6 જેટલી ગાડીઓએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. ગ્રાઉન્ડ સાથેના ત્રણ માળના બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી અને પહેલા માળ સુધી આગ પહોંચી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર 7 સિલાઈ મશીન, ટી-શર્ટ, ટ્રેક, સહિત અન્ય કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. 30 મિનિટે ફાયરના જવાનો આગ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા હતા. જવાનોએ સુરક્ષા કવચ સાથે ઓક્સિજન માર્ક્સ પહેરીને અંદર પ્રવેશ કર્યો હતો. એમ્બ્રોડરી ખાતું બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.

Next Story