Connect Gujarat
સુરત 

સુરત: શ્રમ આયુક્તના હુકમવાળો બોગસ આદેશ બનાવનાર આરોપીની પોલીસે કરી ધરપકડ,જુઓ કેવી રીતે કર્યું હતું કારસ્તાન

સુરત શહેર પાંડેસરા પોલીસે નાયબ શ્રમ આયુક્તના હુકમવાળો બોગસ આદેશ બનાવનાર આરોપીની ધરપકડ કરી છે.

X

સુરત શહેર પાંડેસરા પોલીસે નાયબ શ્રમ આયુક્તના હુકમવાળો બોગસ આદેશ બનાવનાર આરોપીની ધરપકડ કરી છે.આરોપીએ ઓલિયા મિલ વિરુધ્ધ ખોટો આદેશ તૈયાર કરી કલેકટર સહિત વિવિધ કચેરીને મેલ કર્યો હોવાનું બહાર આવ્યું છે.

સુરત શહેરના પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલ ઓલિયા મિલએ કાઢી નખાયેલા સાત કારીગરોને વ્યક્તિગત ઠીક સવા સાત લાખનું વળતર અને તેમને નોકરી ઉપર લેવા માટેનો નાયબ શ્રમ આયુક્તના નામની ડિજિટલ સહી સાથેનો સાવ બનાવટી આદેશ તૈયાર કરી મિલ ઉપરાંત કલેક્ટર તથા વિવિધ કચેરીને મેલ કરનાર યુનિયન લીડર સુશાંત ત્રિપાઠી પોલીસના હાથે ઝડપાયો છે. મેઈલની ખરાઈ માટેના કલેકટરના આદેશ દરમિયાન આ યુનિયન લીડરનું કારસ્તાન હોવાનું બહાર આવ્યું હતું. 26 નવેમ્બરના રોજ નાયબ શ્રમ આયુક્તના સહી સાથેની એક કોપી પાંડેસરાની મિલ,કલેકટર કચેરી અને વિવિધ વિભાગોમાં મેલ કરવામાં આવી હતી.મેલ કરનાર તરીકે ભરૂચ ઝાડેશ્વર ચોકડીના વકીલ પપ્પુ ભુરા યાદવનું નામ અને ઇમેલ એડ્રેસ લખ્યું હતું આ આદેશ જેણે કર્યો હતો તે નાયબ શ્રમ આયુક્ત સંતોષ સત્યનારાયણ દુબે પાસે ખરાઈ કરવા માટે મોકલવામાં આવ્યો હતો.

સંતોષ દુબે હુકમ જોઈ ચોક્યા હતા પોતે આવો કોઈ આદેશ કર્યો નહીં હોવાનું અને પોતાના નામના લેટરપેડ તથા ડિજિટલ સહિત ન હોવાનો ખુલાસો કર્યો હતો.ઈમેલ આઇડીના આધારે તપાસ કરવામાં આવતા પપ્પુ યાદવના નામે ખોટો વકીલ ઉભો કરવાની સાથે નાયત શ્રમ આયુક્તના નામે ખોટો લેટરપેડ અને ખોટી સહી કરનાર વ્યક્તિ કતારગામ માલીની વાડી સડક ફળિયાનો યુનિયન લીડર સુશાંત પુરુષોત્તમ ત્રિપાઠી હોવાનો ખુલાસો થયો હતો સમગ્ર મામલે પાંડેસરા પોલીસે સુશાંત ત્રિપાઠી વિરોધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

Next Story