Connect Gujarat
સુરત 

સુરત : સ્વિમિંગ પુલમાં મહિલા સાથેના ફોટા વાયરલ કરી ભાજપ પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ..!

ભાજપ પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જેમાં બારડોલી પોલીસે ૩ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી એક ઇસમની ધરપકડ કરી છે.

X

સુરત જીલ્લાના ભાજપ પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જેમાં બારડોલી પોલીસે ૩ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી એક ઇસમની ધરપકડ કરી છે.

થોડા સમય પહેલા સુરત જીલ્લા ભાજપના પ્રમુખ સંદીપ દેસાઈને બદ ઈરાદાથી બદનામ કરવામાં આવ્યા હતા. જેમાં 6 વર્ષ અગાઉ પરિવાર અને કાર્યકરો સાથે ફરવા ગયા હતા, તે સમયના સ્વિમિંગ પુલમાં મહિલા સાથેના ફોટા વાયરલ કર્યા હતા. જેને લઇ સંદીપ દેસાઈ દ્વારા બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેની તપાસ સુરત જીલ્લા LCB પોલીસ કરી રહી હતી. પોલીસ દ્વારા તપાસ દરમ્યાન જે મોબાઈલથી ફોટા વાઈરલ કરવામાં આવ્યા હતા, તે કડી મળી આવી હતી. પોલીસે મોબાઈલ એક્ટીવેટ કરનાર ઇસમને ઝડપી પાડ્યો હતો. જોકે, પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા હતા. અગાઉ એરટેલ કંપનીમાં નોકરી કરતા હિરેન દેસાઈ નામના વ્યક્તિએ પલસાણાના બલેશ્વર ખાતે સીમ એક્ટીવેટ કરવાની નોકરી કરતા અન્ય ઇસમના નામે મોબાઈલ સીમ એક્ટીવેટ કરાવ્યો હતો. ત્યારબાદ આ મોબાઈલ નંબરથી જીલ્લા પ્રમુખના ફોટો વાઈરલ કર્યા હતા. સીમ એક્ટીવેટ કર્યા બાદ એક કાર ચાલક આ સીમ કાર્ડ લેવા માટે આવ્યો હતો. જે કારનું રજીસ્ટ્રેશન સુરતના દીપેન શાહ નામના વ્યક્તિના નામે હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે સીમ કાર્ડ એક્ટીવેટ કરનાર સંદીપ લોધીની ધરપકડ કરી છે. તેમજ નવસારીના હિરેન દેસાઈ તેમજ કાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે.

Next Story