Connect Gujarat
સુરત 

સુરત : વરાછામાં નોંધાયો "ઓમિક્રોન"નો પ્રથમ કેસ, આરોગ્ય વિભાગ દોડતું થયું...

સુરત શહેરના વરાછા વિસ્તારમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતાની સાથે આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે.

X

સુરત શહેરના વરાછા વિસ્તારમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતાની સાથે આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. આફ્રિકાથી આવેલ વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણ જણાતા તેના ઘરની આસપાસના વિસ્તારને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે.

સુરત પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વરાછા વિસ્તારમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. હીરાના કામકાજ સાથે સંકળાયેલા વેપારીની આફ્રિકાની મુલાકાત બાદ ઓમિક્રોન સામે આવ્યો છે. જેથી તેના ઘરની આસપાસના વિસ્તારને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે. હાલ તો આ દર્દીના પરિવારના તમામ સભ્યોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે, અન્ય કોઈ વ્યક્તિ પોઝિટિવ નહીં આવતા તંત્રએ રાહત અનુભવી હતી, ત્યારે હાલ તો સંક્રમણને અટકાવવા પાલિકા દ્વારા 327 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકો પણ સંપૂર્ણ તકેદારી રાખે તેવી પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Next Story