સુરત: તથ્ય કાંડ જેવી ઘટના બનતા સહેજ રહી ગઈ,ટેમ્પો ચાલકે ટોળાને કચડવાનો પ્રયાસ કર્યો

ટેમ્પો ચાલક ઈસમે કરેલા આ કૃત્યને લઈને લોકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા.અને લોકો પોતાનો જીવ બચાવવા દોડ મૂકી હતી.

New Update
સુરત: તથ્ય કાંડ જેવી ઘટના બનતા સહેજ રહી ગઈ,ટેમ્પો ચાલકે ટોળાને કચડવાનો પ્રયાસ કર્યો

સુરતમાં ગતરોજ તથ્ય કાંડ જેવી ઘટના બનતા સહેજ રહી ગઈ હતી.ટેમ્પો ચાલકે ટોળાને કચડવાનો પ્રયાસ કર્યો હતો.જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.હરકતમાં આવેલી કોસંબા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. સુરત જીલ્લાના કીમ ચાર રસ્તા નજીક ગતરોજ અમદાવાદમાં બનેલ તથ્ય કાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી.એક શોપિંગ સેન્ટરમાં કેટલાક લોકોનું ટોળું એકઠું થયું હતું.અને કોઈ બાબતને લઈને બબાલ કરી રહ્યું હતુ.તે દરમિયાન એક ઇસમ ઉશ્કેરાયો હતો અને તેઓએ પોતાના પિકઅપ બોલેરો ટેમ્પો ટોળા પર ચડાવી દીધો હતો.

ટેમ્પો ચાલક ઈસમે કરેલા આ કૃત્યને લઈને લોકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા.અને લોકો પોતાનો જીવ બચાવવા દોડ મૂકી હતી.ઘટનાને અંજામ આપી પિકઅપ ચાલક ભાગી ગયો હતો.ત્યારે બનેલી આ ઘટનાં સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.જેમાં સ્પષ્ટ નજરે ચડી રહ્યું કે પીકપ બોલેરો ટેમ્પો ચાલક કઈ રીતે લોકો પર વાહન ચઢાવી રહ્યો છે.બેખૌફ રીતે ઘટનાને અંજામ આપી ચાલક ભાગી ગયો હતો.બનાવને પગલે હરકતમાં આવેલી કોસંબા પોલીસ દોડતી થઇ ગઇ હતી.અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.