સુરત : કતારગામમાં છ વર્ષીય માસુમ દીકરી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર,પોલીસે શરૂ કરી તપાસ

સુરતના કતારગામ વિસ્તારમાં 14 માર્ચની મોડી રાત્રે 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે. રાત્રિ દરમિયાન પરિવાર સાથે સૂતેલી બાળકીને અપહરણ કરી થોડી દૂર લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી

New Update
  • કતારગામમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ

  • ફૂટપાથ પર રહેતી બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ

  • ડોક્ટર દ્વારા બાળકીની સારવાર કરાઈ 

  • અજાણ્યો ઈસમ બાળકીને રમવા માટે લઈ ગયો હતો

  • પોલીસે શરૂ કરી તપાસ

સુરતના કતારગામ વિસ્તારમાં 14 માર્ચની મોડી રાત્રે 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે. રાત્રિ દરમિયાન પરિવાર સાથે સૂતેલી બાળકીને અપહરણ કરી થોડી દૂર લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી.બાળકીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે,અને પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં 14 માર્ચની મોડી રાત્રે 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે.રાત્રિ દરમિયાન પરિવાર સાથે સૂતેલી બાળકીને અપહરણ કરી થોડે દૂર લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી.ત્યાર બાદ હવસખોર બાળકીને લોહીલુહાણ હાલતમાં ફરી માતા પાસે છોડી ફરાર થઈ ગયો હતો. બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી. સવારે માતાએ ઊઠીને બાળકીની હાલત જોતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીને ગંભીર ઇજાઓ સાથે સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા તબીબોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. તેથી કતારગામ પોલીસક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે.

સુરત સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગ અને સર્જરી વિભાગના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક સર્જરી હાથ ધરવામાં આવી છે. બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. બાળકીનું ચિકિત્સકો સતત નિરીક્ષણ કરી રહ્યા છે.

Latest Stories