સુરત : એરપોર્ટને નડતરરૂપ બહુમાળી ઈમારતનો મુદ્દો ગરમાયો,ક્રેડાઈ દ્વારા કલેક્ટરને કરાઈ રજૂઆત

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

New Update
  • એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગના સર્વેનો મામલો

  • ક્રેડાઈ દ્વારા જિલ્લા કલેકટરને કરાઈ રજૂઆત

  • એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવશે માહિતી

  • નડતરરૂપ બિલ્ડિંગ અંગે આપવામાં આવશે માહિતી

  • બિલ્ડિંગ ઓનર દ્વારા ન્યાયાલય સમક્ષ ન્યાયની માંગ  

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઝડપથી આ દિશામાં કોઈ નિર્ણય લેશે તેવી આશા બંધાઈ છે. તો બીજી તરફ ક્રેડાઈ દ્વારા આ મામલે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

અમદાવાદમાં થયેલી ઘટના બાદ હવે સુરતના લોકોના પણ જીવ તાળવે ચોંટી ગયા છે. માત્ર ઈમારતમાં રહેતા લોકો જ નહીં પરંતુ જે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છે તેમના માટે પણ આ એક મોટો ચિંતાનો વિષય છે. નડતરરૂપ બિલ્ડિંગોને દૂર કરવામાં આવે તો સુરતમાં આવતી ફ્લાઇટ કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી લેન્ડિંગ થઈ શકશે. આ બાબતને લઈને કલેક્ટરે પણ પોતાની ગંભીરતા હાલ દાખવી છે. નડતરરૂપ બિલ્ડિંગો કઈ કઈ છે તે અંગે માહિતી એરપોર્ટ ઓથોરિટી આપી શકે છે. તેમની સૂચના બાદ જ જે બિલ્ડિંગો નડતરરૂપ જણાશે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી કલેક્ટરને જાણ કરશે કઈ કઈ બિલ્ડિંગોનો કેટલો ભાગ ઉતારી લેવા જેવો છે અને ત્યાર બાદ કલેક્ટર કોર્પોરેશન પાસે મેનપાવર અને મશીનરી પાવર માંગી નડતર દૂર કરવાની કાર્યવાહી કરશે.જોકે આ બધી કાર્યવાહીને પગલે બિલ્ડીંગ ઓનરોમાં ફફડાટ વ્યાપી ગયો છે,અને તેઓએ આ મુદ્દે કોર્ટ સમક્ષ ન્યાયની માંગ કરી છે.

Read the Next Article

સુરત : બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ,ભાજપના ઝંડા લગાવી કાર્યકરોએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના રસ્તા બન્યા ખાડામય

  • પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પડ્યા ખાડા

  • યુથ કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

  • ખાડામાં ભાજપના લગાવ્યા ઝંડા

  • ભાજપ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

  • કોંગી કાર્યકર્તાઓએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરત શહેર વિકસિત શહેરની અગ્ર હરોળમાં આવે છે.પરંતુ લોકોને પડતી અસુવિધાઓથી શહેરની છબીને લાંછન પણ લાગી રહ્યું છે.વર્તમાન પરિસ્થિતિ જે બાબતની ચાળી ખાઈ રહી છે.જેમાં પ્રથમ વરસાદે જ શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાય જતા રસ્તા સમસ્યારૂપ બન્યા છે.
શહેરના રસ્તાઓ પર ખાડા પડવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને વાહન લઈને પસાર થઈ રહ્યા છે.ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.અને કોંગી કાર્યકર્તાઓએ ખાડા પુરોને ભાજપ સરકારના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.