સુરત : સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતા જૈન સમાજમાં ભારે આક્રોશ, 3 કિમી લાંબી રેલી યોજી તંત્રને આપ્યું આવેદન...

સરકાર દ્વારા ઝારખંડ ખાતે જૈન તીર્થ સ્થળ સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસવાની જાહેરાત કરાતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

New Update
સુરત : સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતા જૈન સમાજમાં ભારે આક્રોશ, 3 કિમી લાંબી રેલી યોજી તંત્રને આપ્યું આવેદન...

સરકાર દ્વારા ઝારખંડ ખાતે જૈન તીર્થ સ્થળ સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસવાની જાહેરાત કરાતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં પણ જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જૈન સમાજે 3 કિમીની વિશાળ રેલી કાઢી તંત્ર આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ઝારખંડ ખાતે આવેલું સમ્મેત શિખર જૈન સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. જૈનો તેને તીર્થસ્થળ માને છે. જૈનોની આ પાવનભૂમિને સરકાર દ્વારા પર્યટન સ્થળ તરીકે જાહેર કરતાની સાથે જ જૈનોની લાગણી દુભાઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ કોઈ પર્યટન સ્થળ નહીં પરંતુ તીર્થસ્થાન છે, અને તેને આસ્થાનું કેન્દ્ર રહેવા દેવું જોઈએ તેવી જૈન સમાજની લાગણી છે, ત્યારે સુરતમાં આજે જૈન સમાજે પાર્લે પોઇન્ટથી કલેકટર કચેરી સુધી 3 કિમીની વિશાળ રેલી યોજી હતી. આ રેલીમાં જૈન સમાજના પ્રતિક સમાન લાંબો ઝંડો પણ ફરકાવાયો હતો. જૈન સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જૈન અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતના જ નહીં પરંતુ અન્ય રાજ્ય અને શહેરોના લોકો પણ અમારી સાથે આ રેલીમાં સમર્થન આપી રહ્યા છે. આ મહા રેલીમાં સાધુ, સંતો, સમાજના આગેવાનો, યુવાનો સહિત મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાય હતી. અમારા તીર્થસ્થાનો ઉપર જાણે અસામાજિક તત્વો આક્રમણ કરતા હોય તેવો ભાવ થઈ રહ્યો છે, ત્યારે અમારી લાગણી અને માગણી છે કે, સરકાર આ બન્ને સ્થળોને તીર્થસ્થાન તરીકે જાહેર કરે. આમ હજારોની સંખ્યામાં જૈનો દ્વારા રેલી સ્વરૂપે પોતાની લાગણી સરકાર સમક્ષ મુકવામાં આવી હતી.

Latest Stories