Connect Gujarat
સુરત 

સુરત : ડિંડોલીમાં એક સાથે 5 દુકાનના તાળાં તૂટ્યા, તસ્કરોની કરતૂત "CCTV" કેમેરામાં કેદ...

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એકસાથે 5 જેટલી દુકાનના તાળાં તૂટતાં લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

X

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એકસાથે 5 જેટલી દુકાનના તાળાં તૂટતાં લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે, ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોની તમામ કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ હતી.

સુરત શહેરમાં દિવસેને દિવસે તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. પોલીસનો જાણે ખોફ ન રહ્યો હોય તેમ બિન્દાસપણે એક સાથે 5 દુકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ડિંડોલી વિસ્તારમાં 2 ઈસમો દ્વારા દુકાનોને નિશાને બનાવવામાં આવી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, તસ્કરો બેફિકરાઈથી દુકાનોના તાળા તોડી રહ્યા છે, અને દુકાનના શટર ઉંચકીને અંદર પ્રવેશી સરસામાનની ચોરી કરી રહ્યા છે. જોકે, તસ્કરો પોતાની ઓળખ ન થાય તે માટે ચહેરો સંપૂર્ણ રીતે ઢાંકી દીધો હોય તેવુ પણ CCTVમાં જોવા મળ્યું છે, ત્યારે હાલ તો પોલીસ દ્વારા કરવામાં આવતી નાઈટ પેટ્રોલીંગની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થયા છે.

Next Story