-
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમને મળી મોટી સફળતા
-
ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ગેંગનો થયો છે પર્દાફાશ
-
સજ્જુ કોઠારી ગેંગનો મુખ્ય સાગરિત આખરે ઝડપાયો
-
3 વર્ષથી ફરાર શખ્સને મુંબઈ એરપોર્ટ પરથી દબોચ્યો
-
ક્રાઇમ બ્રાન્ચ પોલીસની આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી
સુરત શહેરમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ગેંગ મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી ગેંગના એક મહત્વના સાગરીત ગુલામ હુસેન હૈદર અલી ભોજાણીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી દબોચી લીધો હતો.
સુરત શહેરમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ગેંગ મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી ગેંગના એક મહત્વનો સાગરીત ગુલામ હુસેન હૈદર અલી ભોજાણી છેલ્લા 3 વર્ષથી પોલીસ ચોપડે ફરાર હતો. ગુજસીટોક હેઠળ આરોપી મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી વિરુદ્ધ ફરીવાર ગુનો નોંધાતા, ગુલામ હુસેન ભોજાણી દિલ્હી મારફતે દેશ છોડીને ઈરાન ચાલ્યો ગયો હતો, ત્યાંથી તે અલગ-અલગ દેશોમાં પોતાનું અસ્તિત્વ ગુપ્ત રાખીને પોલીસની નજરોથી બચતો રહ્યો.
આ તરફ, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ છેલ્લા 3 વર્ષથી ગુલામ હુસેન ભોજાણી પર નજર રાખી રહી હતી. આ દરમ્યાન માહિતી મળી કે, આરોપી દુબઈથી સ્પાઈસજેટ મારફતે મુંબઈ એરપોર્ટ પર આવી રહ્યો છે. જેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના સહયોગથી વોચ ગોઠવી હતી, ત્યારે આરોપી નજરે પડતાં જ તેને દબોચી લેવામાં આવ્યો હતો.
સજ્જુ કોઠારી અને તેની ગેંગ સુરત શહેરમાં ખંડણી, ઉઘરાણી, દાદાગીરી અને રીઅલ એસ્ટેટ ઠગાઈ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. સુરતના અઠવા પોલીસ મથકમાં વર્ષ 2022માં સજ્જુ કોઠારી વિરુદ્ધ ગુજસીટોક અને ખંડણીના કેસો નોંધાયા હતા, જેના કારણે તે અને તેની ટોળકી પોલીસના રડાર પર હતી.