Connect Gujarat
સુરત 

સુરત: ફરિયાદીને જ પોલીસે જેલમાં પુરી માર માર્યો,પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ

અકસ્માતના કેસમાં ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચેલ ફરિયાદીને આખીરાત લોકઅપમાં બેસાડી માર મારનાર 2 પી.એસ.આઈ.અને 1 કોન્સટેબલ સાથે કોર્ટે ગુનો નોંધવાનો આદેશ કરતા ચકચાર મચી જવા પામી છે

X

સુરતમાં અકસ્માતના કેસમાં ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચેલ ફરિયાદીને આખીરાત લોકઅપમાં બેસાડી માર મારનાર 2 પી.એસ.આઈ.અને 1 કોન્સટેબલ સાથે કોર્ટે ગુનો નોંધવાનો આદેશ કરતા ચકચાર મચી જવા પામી છે

સુરતમાં અકસ્માતના કેસમાં ફરિયાદ કરવા ગયેલા ફરિયાદીને આરોપી બનાવીને આખી રાત લોકઅપમાં બેસાડી રાખનાર મહિધરપુરા પોલીસ મથકના પીએસઆઇ અને બે કોન્સ્ટેબલની સામે ગુનો નોંધવા કોર્ટે આદેશ કર્યો છે. આ કેસની વિગત મુજબ ઈસ્માઈલ ઇબ્રાહીમ ગત તારીખ 05-02-2019 ના રોજ પોતાની રિક્ષા ચલાવીને મહિધરપુરા પોલીસ મથકની હદમાં લઈને નીકળ્યો હતો તે દરમિયાન એક મોટરસાયકલ સાથે તેઓનો અકસ્માત સર્જાયો હતો જેથી તેઓ ફરિયાદ કરવા માટે મહિધરપુરા પોલીસ મથકે ગયા હતા ત્યારે ત્યાં હાજર પી.એસ.આઇ. એમ. જી.મકવાણા અને કોન્સ્ટેબલ અજય અને પી.એસ.આઇ. દિપક ભાઈએ તેમની સાથે અસભ્ય વર્તન કર્યું હતું

ફરિયાદી હોવા છતાં તેમને આખી રાત લોકઅપમાં બેસાડીને ટોર્ચર કરવામાં આવ્યા હતા અને માર મારવામાં આવ્યો હતો પોલીસે તેની પાસેથી મોબાઇલ ફોન અને રિક્ષાના દસ્તાવેજ સહિતની વસ્તુઓ લઈને હેરાન કર્યો હતો સવારે છૂટયા બાદ હોસ્પિટલમાં તેઓએ સારવાર લીધી હતી. ઈસ્માઈલભાઈએ પી.એસ.આઇ.મકવાણા અજય અને દીપકભાઈની સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી આ ફરિયાદમાં કોર્ટે ઇસ્માઇલની સારવાર કરનાર ડોક્ટરની જુબાની લીધી હતી અને બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે ઈસ્માઈલભાઈની ફરિયાદ મંજૂર રાખી હતી અને પીએસઆઇ મકવાણા પોલીસ કોન્સ્ટેબલ અજય ભાઈ તેમજ પી.એસ.આઇ દીપકભાઈની સામે આઇપીસી 114,166 (એ) અને 323 મુજબ ગુનો નોંધી તપાસ કરીને રિપોર્ટ કરવા આદેશ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે

Next Story