વિદ્યાર્થીઓ નીચે બેસીને કરે છે વાંચન, પાણીની સુવિધા માટે પણ ઉઠી માંગ
સુરત શહેરના સરથાણા વાંચનાલય દુર્દશા તરફ આગળ વધી રહ્યુ હોવાનું જાણવા મળ્યું છે, હાલમાં આ લાઇબ્રેરીમાં 53 ખુરશીમાંથી 30 તૂટેલી હાલતમાં છે, જેના કારણે વિદ્યાર્થીઓ નીચે બેસીને વાંચવા માટે મજબૂર બન્યા છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વાંચનાલયમાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાંચન પ્રેમીઓ અસુવિધાઓને કારણે હાલાકી વેઠી રહ્યા છે.વિકસિત શહેરની આ લાઈબ્રેરીમાં ખુરશીઓ પણ તૂટેલી હાલતમાં હોવાના કારણે વિદ્યાર્થીઓ નીચે બેસીને વાંચવા માટે મજબૂર બન્યા છે.
જાણવા મળ્યા મુજબ લાઇબ્રેરીમાં 50થી વધુ ખુરશી છે,પરંતુ તેમાંથી 30 તૂટેલી અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે પીવા માટે મીઠા પાણીની સગવડ અને તાપમાં તપતા ધાબા પર ફ્લોરિંગ કરવા માટેની માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.
મહાનગરપાલિકા દ્વારા વાંચનાલયની સુવિધા માટે દાખવવામાં આવતી ઉદાસીનતા દૂર થાય અને વિદ્યાર્થીઓ તેમજ વાંચન પ્રેમીઓ સુંદર વાતાવરણમાં અને વ્યવસ્થામાં વાંચન કરી શકે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.