સુરત: રૂ.19 લાખના હીરાની ચોરી કરનાર દંપત્તિની પોલીસે કરી ધરપકડ,જુઓ ચોરીના ગુનાને કેવી રીતે અપાયો અંજામ

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં હીરાનો વેપાર સૌથી મોટા પ્રમાણમાં ચાલતો હોય છે ત્યારે આ ઉદ્યોગ સૌથી વધારે વિશ્વાસ પર ચાલતો હોય છે

New Update
સુરત: રૂ.19 લાખના હીરાની ચોરી કરનાર દંપત્તિની પોલીસે કરી ધરપકડ,જુઓ ચોરીના ગુનાને કેવી રીતે અપાયો અંજામ

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ફરી એક વખત હીરાની ચોરીની ઘટના સામે આવી છે કતારગામ વિસ્તારમાં હીરાના કારખાનામાં નોકરી કરતી મહિલાએ 19 લાખના હીરાની ચોરી કરી હતી. આ મામલામાં પોલીસે મહિલા અને તેના પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં હીરાનો વેપાર સૌથી મોટા પ્રમાણમાં ચાલતો હોય છે ત્યારે આ ઉદ્યોગ સૌથી વધારે વિશ્વાસ પર ચાલતો હોય છે તેવામાં સુરતના કતારગામ વિસ્તારમાં 19 લાખના હીરાની ચોરીનો એક મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ હીરા ફેક્ટરીના માલિક શૈલેષ છોટાળાએ પોલીસમાં ફરિયાદ આપી હતી કે એમના કારખાનામાં કામ કરતી એક મહિલા કર્મચારીએ દોઢ મહિનામાં 19 લાખના હીરા ગાયબ કર્યા છે જોકે આ મામલે તપાસ કરતા મહિલાએ ચોરી કર્યા હોવાનો ભાંડો ફૂટી જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.જેના આધારે પોલીસે પ્રિયંકા સોલંકી અને તેના પતિ વિક્કી સોલંકીનીની ધરપકડ કરી છે.મહિલાનો પતિ પણ જવેલરીનું કામકાજ કરે છે. કતારગામ વસ્તાદેવડી રોડ પર પટેલ ઈન્સ્ટ્રીયલમાં શ્રી જવેલર્સ નામના હીરાના કારખાનામાં મહિલાકર્મી પ્રિયંકા સોલંકી હીરા ટેઇલી કરવાનું અને હીરાની ડેટ્રા એન્ટ્રી સહિતની કામગીરી કરતી હતી. દોઢ મહિનામાં કારખાનામાં હીરા ટેઇલી કરતી વખતે અલગ અલગ સમયે 31 કેરેટના 50 સેન્ટ વજનના 19 લાખના હીરા ગાયબ થયા હતા. કારખાનેદારે તપાસ કરતાં હીરા પ્રિયંકા સોલંકીએ ચોરી કરી પર્સમાં મુકી દીધા હતા. પછી ઘરે જઈ પતિને આપી દીધા હતા. પતિએ ચોરીના હીરા સસ્તામાં મહિધરપુરાના દલાલ તેજસને વેચી દીધા હતા.પોલીસે આ દંપત્તિને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ચોરીના હીરા જે દલાલને વેચ્યા છે દલાલની પણ શોધખોળ શરૂ કરી છે

Latest Stories