સુરત : સ્કૂલના વિદ્યાર્થી સાથે યૌનશોષણ કરનાર આચાર્યને પોલીસે પકડી પાડ્યો

સુરતની પુણા સ્કૂલના વિદ્યાર્થી સાથે યોનશોષણનો મામલે આખરે યૌન શોષણ કરનાર આચાર્ય નિશાંત વ્યાસની અટકાયત કરાઈ છે.

New Update
સુરત : સ્કૂલના વિદ્યાર્થી સાથે યૌનશોષણ કરનાર આચાર્યને પોલીસે પકડી પાડ્યો

સુરતની પુણા સ્કૂલના વિદ્યાર્થી સાથે યોનશોષણનો મામલે આખરે યૌન શોષણ કરનાર આચાર્ય નિશાંત વ્યાસની અટકાયત કરાઈ છે.

સુરતના પુણા વિસ્તારમાં આવેલ મનપા શાળા નમ્બર 300ના આચાર્ય નિશાંત વ્યાસની અટકાયત કરાઈ છે. આચાર્યએ વિધાથી સાથે યૌન શોષણનો વિડીયો વાયરલકર્યો હતો. વિડીયો વાયરલ થતા લોકોએ પણ ફિટકાર વરસાવી હતી. જોકે પ્રિન્સિપાલ નિશાંત વ્યાસે પાલિકાની પ્રાથમિક શાળાની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા હતા. જેના ભાગરૂપે પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ મુદ્દો ગંભીર લેવાયો હતો અને સામાન્ય સભામાં પણ આ મુદ્દો ગુજયો હતો. તેમજ આપ પાર્ટી દ્વારા કડકમાં કડક સજા થાય તેવી માંગ કરીને વિરોધ પ્રદશન કર્યું હતું. જોકે આ યૌન શોષણ મુદ્દો ગરમ બનતા આખરે પોલિસે ગુનો નોંધ્યો હતો.પુણા પોલીસ મથકમાં પાલિકાના તપાસ સમિતિના નિરીક્ષકે ફરિયાદ આપી હતી.જેના આધારે પોલીસે પ્રિન્સિપાલ નિશાંત વ્યાસ સામે ગુનો નોંધ્યો હતો .ગુનો દાખલ થતાંની સાથે પ્રિન્સિપાલ નિશાંત ઘરેથી ભાગી ગયો હતો. બનાવની જો વાત કરીએ તો થોડા દિવસ અગાઉ આચાર્ય દ્વારા વિદ્યાર્થીને નગ્ન કરી વીડિયો પણ ઉતાર્યો હતો અને શાળાનો આચાર્ય નિશાંત વ્યાસ પોતાની કેબિનમાં 14 વર્ષના વિદ્યાર્થીને બોલાવી તેને નગ્ન કર્યો હતો પછી અન્ય વિદ્યાર્થીને પ્રિન્સિપાલે પોતાનો મોબાઇલ શૂટિંગ ઉતારવા માટે આપ્યો હતો.પ્રિન્સિપાલની સાથે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ નગ્ન વિદ્યાર્થીની મશ્કરી કરતા હતા. એટલું જ નહિ, તે વિદ્યાર્થીને નગ્ન કરી કેબિનમાં દોડાવતા હતા. વિદ્યાર્થીનાં કપડાં પણ સંતાડી દીધા હતા.હાલ તો પોલીસે તેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories