સુરત : અસલી પોલીસે કરી નકલી પોલીસની ધરપકડ, પોલીસમાં ફરજ નિભાવતો હોવાની જમાવતો હતો રોફ

સરકારી નોકરી મેળવવા માટે શિક્ષિત યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે. વર્ગ-2 પરીક્ષા માટે જીપીએસસીની પરીક્ષા આપવી પડતી હોય છે

New Update
સુરત : અસલી પોલીસે કરી નકલી પોલીસની ધરપકડ, પોલીસમાં ફરજ નિભાવતો હોવાની જમાવતો હતો રોફ

સુરતમાં અસલી પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી છે. ખાખી પહેરવાનો શોખ હોવાથી યુવક પીએસઆઇની વર્ધી પહેરીને લોકોમાં રોફ જમાવતો ફરતો હતો. પોલીસને શંકા જતા પૂછપરછ કરતા નકલી પીએસઆઇ હોવાનો ખુલાસો થયો હતો.

સરકારી નોકરી મેળવવા માટે શિક્ષિત યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે. વર્ગ-2 પરીક્ષા માટે જીપીએસસીની પરીક્ષા આપવી પડતી હોય છે, ત્યારે ધોરણ 8 પાસ યુવક પોલીસ બનવાનો શોખ હોવાથી નકલી પીએસઆઇ બની બેઠો હતો. ખાખી વર્દી ખરીદી પીએસઆઇ બની લોકોમાં રોફ જમાવતો ફરતો હતો. સલાબતપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના પોપડાગામ આહીરવાસમાં રહેતો 24 વર્ષીય નીરલ અશ્વિન રાઠોડ ધોરણ 8 પાસ છે. નિરલને પોલીસ બનવાનો શોખ હોવાથી દુકાનમાંથી ખાખી યુનિફોર્મ ખરીદી પીએસઆઇ બનીને લોકોમાં ઉધના પોલીસ મથકમાં ફરજ નિભાવતો હોવાનું કહી રોફ જમાવતો હતો. જોકે, પોલીસની શંકા જતા પૂછપરછ કરી હતી, ત્યારે નિરલ રાઠોડ નકલી પીએસઆઇ હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે નકલી પીએસઆઇ નીરલ રાઠોડની ધરપકડ કરી, જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સુરત : પોલીસે 8 વાહન ચોરના ગુનાઓનો ઉકેલ્યો ભેદ,બે મહિનામાં ચોરીને અંજામ આપનાર વાહન ચોરની ધરપકડ

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

New Update
  • 8 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા

  • પોલીસને મળી સફળતા 

  • પોલીસે આરોપીની કરી ધરપકડ

  • અલગ અલગ વેશ ધારણ કરીને કરતો ચોરી

  • પોલીસે 8 બાઈક પણ કરી જપ્ત

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

સુરત શહેરના સિંગણપોર તથા સલાબતપુરા પોલીસ મથકની હદમાં વાહન ચોરીના ગુના બન્યા હતા.અને બે મહિનામાં જ 8 જેટલી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ દ્વારા વાહન ચોરને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.અને તેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી.પોલીસે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળીની ધરપકડ કરીને તેની પાસેથી 8 સ્પ્લેન્ડર કબ્જે કરી હતી.અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી જયારે વાહન ચોરી કરવા જતો હતો,ત્યારે અલગ અલગ વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપતો હતો.