સુરત: લાલગેટમાં ભજીયાની લારી પર MD ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ ઝડપાયા

સુરત શહેરની લાલગેટ પોલીસે ભજીયાની લારી પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 125.71 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

New Update

સુરત શહેરની લાલગેટ પોલીસે ભજીયાની લારી પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી 125.71 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભજીયા ની લારી ચલાવતા ઇસમને ધંધામાં મંદી આવતા ડ્રગ્સનું વેચાણ લારી પર કરવા લાગ્યો હોવાનું સામે આવ્યું હતું.

સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેને લઇ નશાકારક પદાર્થો નું સેવન કરતા અને વેચાણ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના લાલગેટ વિસ્તાર માંથી ત્રણ આરોપીઓને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ અંગે લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણેલાલગેટ પોલીસ ની ટીમને બાતમી મળી હતી કેસુરતના લાલગેટ વિસ્તારના હોળી બંગલા પાસે આવેલી રાજકમલ બેકરી ની ગલીમાં ભજીયાની દુકાન પર એમડી ડ્રગ્સનું વેચાણ થઇ રહ્યું છે.તેથી પોલીસે ભજીયાની લારી પર તપાસ કરીને લારી ચલાવનાર મોઇનુદ્દીન સલાઉદિન અંસારી તેમજ અન્ય બે ઇસમોની ડ્રગ્સ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

પોલીસે ભજીયાની લારી નજીક પાનના ગલ્લા પાસે રેડ કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ ને 125.71 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પકડાયેલા ડ્રગ્સની કિંમત 12.57 લાખ થાય છે. આ સાથે જ પોલીસે મોબાઈલ ફોનવજન કાંટો સહિતની વસ્તુઓ મળી 12.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે મોઇનુદિન સલાઉદિન અંસારીરાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગની અંસારીમોહમ્મદ જાફર મોહમ્મદ સીદીક ગોડીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીઓ ની એમઓ વિશે પોલીસે જણાવ્યું હતું કે,  આરોપી મોઇનુદિન સલાઉદિન અંસારી ભજીયાની લારી અને પાનનો ગલ્લો ચલાવતો હતો અને આરોપીરાસીદજમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગની અંસારી અને મોહમ્મદ જાફર મોહમ્મદ સીદીક ગોડીલ ત્યાં બેસવા આવતા હતા.જેથી ત્રણેય ની મિત્રતા થઇ હતી.આ બન્ને આરોપી ઓ જે લારી પર બેસવા આવતા એ બન્ને ડ્રગ્સનું સેવન કરવાની ટેવ વાળા હતા અને અવારનવાર ચોરી છુપીથી ડ્રગ્સ મેળવી નશો કરતા હતા. આ દરમિયાન મોહમ્મદ જાફરને ધંધામાં મંદી હોવાથી છેલ્લા એક મહિનાથી મુંબઈથી એમડી ડ્રગ્સ લાવતો હતો અને આ પાનના ગલ્લા પર ત્રણેય ભેગા થતા હતા.

આ ડ્રગ્સનું વેચાણ થાય એ માટે રાસીદ જમાલ ગ્રાહકો શોધી લાવતો અને મોહમ્મદ જાફર ડ્રગ્સનું વજન કરી વેચાણ કરતો. ત્યારબાદ રાસીદ જમાલ અને મોઇનુદિન ગ્રાહકને રૂબરૂ જઈ ખરાઈ કરી અને ડ્રગ્સની ડીલીવરી કોઈ ગલી ખાંચામાં બોલાવી આપી દેતા અને રૂપિયા મેળવી લેતા હતા. મુખ્ય આરોપી મોહમ્મદ જમાલ પોતે પોતાનું કોઈ નામ ન આવે એટલા માટે મોઇનુદિન ના મોબાઈલ ફોનથી જ બધાની સાથે વાત કરતો અને આરોપીઓ એટલા શાતીર હતા જે ગ્રાહકો સાથે "દવા" ના કોડવર્ડ માં વાતચીત કરતા હતા.

Read the Next Article

સુરત : ચાઈનીઝ કૌભાંડીઓ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર 3 શખ્સો ઝડપાયા, મોબાઈલ-બેન્ક કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 3 આરોપીઓની રેન્જ આઇજી સાઇબર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • શહેરમાંથી એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો

  • ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે થતી છેતરપિંડી

  • 3 શખ્સની રેન્જ આઇજી સાઇબર પોલીસે ધરપકડ કરી

  • અગાઉ પણ 5 આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ

  • મોબાઈલક્રેડિટ-ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 3 આરોપીઓની રેન્જ આઇજી સાઇબર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છેજેમાં ચાઈનીઝ કૌભાંડીઓએ ભારતીય નાગરિકો સાથે છેતરપિંડી આચરી છે. સુરત રેન્જ આઇજી સાઇબર પોલીસે મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. અગાઉ પણ આ મામલે 5 આરોપીઓ ઝડપાયા હતા. આરોપીઓ ઓનલાઇન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેકDLF કંપની બનાવી અલગ અલગ બિલ્ડીંગ પ્રોજેક્ટસ ખરીદી પૂર્ણ કરવાના ટાસ્ક આપતા હતા. અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવા માટે લોકોને રોજના 1500થી 3 હજાર રૂપિયા કમાવવાની લાલચ આપતા હતા.

આરોપીઓએ લોકોને વિશ્વાસમાં લઈ રૂ. 14.80 લાખથી વધુની છેતરપિંડી આચરી હતી. આરોપીઓ છેતરપિંડીના રૂપિયા ચાઈનીઝ ગેંગ સાથે મળીને પડાવતા હતા. અગાઉ પણ રેન્જ આઇજી સાઇબર ક્રાઇમ પોલીસે બેંક ખાતુ ભાડે આપનારબેંક ખાતાની કીટ અને સીમકાર્ડ મેળવી આપનાર એજન્ટને ઝડપી પાડ્યા હતા. જેમાં આરોપીઓ સાયબર ફ્રોડ કરતી ચાઈનીઝ ગેંગ સાથે મળી ક્રિપ્ટોનું વેચાણ કરતા હતાત્યારે હાલ તો પોલીસે પોતાના તથા અન્ય લોકોના ક્રેડિટ કાર્ડ આપનાર મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 14 નંગ મોબાઈલ ફોન47 બેંકના ક્રેડિટ કાર્ડ અને 6 જેટલા ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.