સુરત: લાલગેટમાં ભજીયાની લારી પર MD ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ ઝડપાયા

સુરત શહેરની લાલગેટ પોલીસે ભજીયાની લારી પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 125.71 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

New Update

સુરત શહેરની લાલગેટ પોલીસે ભજીયાની લારી પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી 125.71 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભજીયા ની લારી ચલાવતા ઇસમને ધંધામાં મંદી આવતા ડ્રગ્સનું વેચાણ લારી પર કરવા લાગ્યો હોવાનું સામે આવ્યું હતું.

સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેને લઇ નશાકારક પદાર્થો નું સેવન કરતા અને વેચાણ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના લાલગેટ વિસ્તાર માંથી ત્રણ આરોપીઓને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ અંગે લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે લાલગેટ પોલીસ ની ટીમને બાતમી મળી હતી કે સુરતના લાલગેટ વિસ્તારના હોળી બંગલા પાસે આવેલી રાજકમલ બેકરી ની ગલીમાં ભજીયાની દુકાન પર એમડી ડ્રગ્સનું વેચાણ થઇ રહ્યું છે.તેથી પોલીસે ભજીયાની લારી પર તપાસ કરીને લારી ચલાવનાર મોઇનુદ્દીન સલાઉદિન અંસારી તેમજ અન્ય બે ઇસમોની ડ્રગ્સ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

પોલીસે ભજીયાની લારી નજીક પાનના ગલ્લા પાસે રેડ કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ ને 125.71 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પકડાયેલા ડ્રગ્સની કિંમત 12.57 લાખ થાય છે. આ સાથે જ પોલીસે મોબાઈલ ફોન વજન કાંટો સહિતની વસ્તુઓ મળી 12.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે મોઇનુદિન સલાઉદિન અંસારી રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગની અંસારી મોહમ્મદ જાફર મોહમ્મદ સીદીક ગોડીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીઓ ની એમઓ વિશે પોલીસે જણાવ્યું હતું કે ,  આરોપી મોઇનુદિન સલાઉદિન અંસારી ભજીયાની લારી અને પાનનો ગલ્લો ચલાવતો હતો અને આરોપી  રાસીદજમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગની અંસારી અને મોહમ્મદ જાફર મોહમ્મદ સીદીક ગોડીલ ત્યાં બેસવા આવતા હતા.જેથી ત્રણેય ની મિત્રતા થઇ હતી.આ બન્ને આરોપી ઓ જે લારી પર બેસવા આવતા એ બન્ને ડ્રગ્સનું સેવન કરવાની ટેવ વાળા હતા અને અવારનવાર ચોરી છુપીથી ડ્રગ્સ મેળવી નશો કરતા હતા. આ દરમિયાન મોહમ્મદ જાફરને ધંધામાં મંદી હોવાથી છેલ્લા એક મહિનાથી મુંબઈથી એમડી ડ્રગ્સ લાવતો હતો અને આ પાનના ગલ્લા પર ત્રણેય ભેગા થતા હતા.

આ ડ્રગ્સનું વેચાણ થાય એ માટે રાસીદ જમાલ ગ્રાહકો શોધી લાવતો અને મોહમ્મદ જાફર ડ્રગ્સનું વજન કરી વેચાણ કરતો. ત્યારબાદ રાસીદ જમાલ અને મોઇનુદિન ગ્રાહકને રૂબરૂ જઈ ખરાઈ કરી અને ડ્રગ્સની ડીલીવરી કોઈ ગલી ખાંચામાં બોલાવી આપી દેતા અને રૂપિયા મેળવી લેતા હતા. મુખ્ય આરોપી મોહમ્મદ જમાલ પોતે પોતાનું કોઈ નામ ન આવે એટલા માટે મોઇનુદિન ના મોબાઈલ ફોનથી જ બધાની સાથે વાત કરતો અને આરોપીઓ એટલા શાતીર હતા જે ગ્રાહકો સાથે "દવા" ના કોડવર્ડ માં વાતચીત કરતા હતા.

#Gujarat #CGNews #selling #Surat #MD Drugs #3 accused arrested #Surat News #drugs
Here are a few more articles:
Read the Next Article