Connect Gujarat
સુરત 

સુરત: કોરોનામાં સરકારના સત્તાવાર મોતના આંકડાથી ત્રણ ગણા વધુ લોકોના થયા મોત : કોંગ્રેસ

કોંગ્રેસે ન્યાય યાત્રાને લઈને યોજી પત્રકાર પરિષદ, બે સપ્તાહમાં 22 હજારથી વધુ પરિવારોની મુકલાકાત.

X

સુરતમાં કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં બે અઠવાડિયાના સમયગાળામાં 22 હજાર કરતા વધુ પરિવારોની મુલાકાત લઇ પરિવારને સંતાવના પાઠવી હોવાનું કોંગ્રેસે જણાવ્યુ હતું.

કોરોનાની મહામારીમાં રાજ્યના નાગરિકોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી. 16 ઓગસ્ટના રોજ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી અને માત્ર બે અઠવાડિયાના સમયગાળામાં 22 હજાર કરતા વધુ પરિવારોની મુલાકાત લઇ પરિવારને સંતાવના પાઠવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.

31,850 કરતા વધુ ફોર્મ મૃતક પરિવારજનોએ ભરીને કોંગ્રેસે આપ્યા છે. આ ઉપરાંત કોગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં સરકારના 10,081 સત્તાવાર કોરોનાના દર્દીઓના મોતના આંકડા છે. તેના કરતા ત્રણ ગણાથી વધુ મોતની માહિતી માત્ર ચાર અઠવાડિયામાં કોંગ્રેસ પક્ષની કોવીડ ન્યાય યાત્રામાં સામે આવી છે.

વધુમાં સરકાર પાસે કોવીડથી મૃત્યુ પામેલા દરેક મૃતકો માટે 4 લાખનું વળતર, કોવીડ ગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ-હોસ્પિટલના ખર્ચની રકમની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ અને કોવીડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન કે પરિવારજનો પૈકી કાયમી નોકરીની માંગ કરવામાં આવી હતી.

Next Story