સુરત : માંડવીના તડકેશ્વર ગામ નજીક એક જ ગામના ત્રણ યુવકોને ડમ્પરચાલકે કચડ્યા, ત્રણેયના ઘટના સ્થળે જ મોત

સુરત જિલ્લામાં વધુ એકવાર કાળમુખા ડમ્પરે અકસ્માત સર્જી ત્રણ લોકોનો જીવ લીધો છે.

New Update
સુરત : માંડવીના તડકેશ્વર ગામ નજીક એક જ ગામના ત્રણ યુવકોને ડમ્પરચાલકે કચડ્યા, ત્રણેયના ઘટના સ્થળે જ મોત

સુરત જિલ્લામાં વધુ એકવાર કાળમુખા ડમ્પરે અકસ્માત સર્જી ત્રણ લોકોનો જીવ લીધો છે. માંડવી તાલુકાના તડકેશ્વર ગામ નજીક ગત મોડી રાત્રે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક પર સવાર ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અકસ્માત સર્જી ચાલક ડમ્પર મૂકી ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને થતા માંડવી પોલીસે હાલ આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

માંડવી તાલુકાના કેવડિયા ગામે રહેતા અને કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ત્રણ યુવાનો ગત મોડી રાત્રે માંડવીના તડકેશ્વર ગામ નજીક એક કંપનીમાં નોકરી કરી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બાઈક પર બેસેલા ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. અકસ્માત સર્જી ભાગી જવાની ફિરાકમાં ડમ્પરચાલકે બાઈકને 100 મીટર જેટલી ઢસડી હતી. બાદમાં ડમ્પર મૂકી સ્થળ પરથી ભાગી ગયો હતો. આ ઘટનામાં ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Latest Stories