Connect Gujarat
સુરત 

સુરત : ડુમ્મસ બીચ પર સહેલાણીઓ ઉમટ્યા, દરિયાના મોજા સાથે લોકોએ કરી મોજ મસ્તી...

ખાવા-પીવાના શોખીન સુરતીઓ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ડુમ્મસના દરિયા કિનારે જતા હોય છે.

X

હાલ ચાલી રહેલા ઉનાળુ વેકેશન દરમિયાન સુરત શહેરના ડુમ્મસ દરિયા કિનારે શનિ અને રવિવારે રજાની મોજ માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓની ભીડ જોવા મળી હતી. હરવા ફરવાના અને ખાવા-પીવાના શોખીન સુરતીઓ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ડુમ્મસના દરિયા કિનારે જતા હોય છે. માત્ર સુરતના જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો ડુમ્મસ દરિયા કિનારે મોજમસ્તી માટે આવતા હોય છે, ત્યારે શનિવાર અને રવિવારે વીકેન્ડ પર મોટી સંખ્યામાં ડુમ્મસ બીચ પર સહેલાણીઓ ઉમટ્યા હતા,

જ્યાં લોકો પોતાના મિત્રો અને સગા સંબંધીઓ સાથે મોટી સંખ્યામાં દરિયાના મોજા ઉપર મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ, દરિયાના મોજાને જોતા દરિયામાં નાહવું પણ જોખમી પૂરવાર થઈ શકે છે, ત્યારે આવી સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા ફાયર વિભાગ સહિતની વ્યવસ્થા રાખવી જરૂરી બન્યું છે.

Next Story