Connect Gujarat
સુરત 

સુરત : ભારતના દુબઈ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા વ્યાપાર કરારોથી ઉદ્યોગોમાં આવશે તેજી : કેન્દ્રિય મંત્રી

GJEPC અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા સેમિનાર યોજાયો કેન્દ્રિય મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી રહ્યા વિશેષ ઉપસ્થિત

X

સુરત ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા અને રાજ્યકક્ષાના મંત્રી દર્શના જરદોષ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય તથા ગુજરાત જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રોમોશન કાઉન્સીલ દ્વારા તાજેતરમાં ભારત-દુબઈ વચ્ચે થયેલા CEPA કરારો તથા ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે CECA વ્યાપાર કરારોથી આયાત-નિકાસક્ષેત્રે થનારા ફાયદાઓ વિશેનો જનજાગૃતિ સેમિનાર કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને તથા કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં કતારગામ ખાતે યોજાયો હતો. આ સેમિનારમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સના જોઇન્ટ સેક્રેટરીએ સરિકર રેડ્ડી અને વિપુલ બંસલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતું કે, હાલમાં ભારત દ્વારા દુબઈ અને ઓસ્ટ્રેલિયા સાથે કરાર કરવામાં આવ્યા છે. જે થકી UAE તેમજ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ડાયમંડ, જ્વેલરી, લેબ ગ્રોન ડાયમંડ ક્ષેત્રે એક્સપોર્ટમાં પણ ધરખમ વધારો થશે, જેની સીધી અને સારી અસર સુરતના વિવિધ ઉદ્યોગ પર જોવા મળશે. સેમિનારમાં ઉપસ્થિત કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ગ્રીષ્મા હત્યા મામલે પણ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ કેસમાં પોલીસ વિભાગ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ ન્યાયતંત્ર દ્વારા ગ્રીષ્માના પરિવારને ઝડપથી ન્યાય આપવામાં આવ્યો છે.

Next Story