-
સ્મિતના ફોનમાંથી મળી ટ્રેડિંગ એપ્લિકેશન
-
નાટકબાજ હત્યારાનો હોસ્પિટલનો વીડિયો
-
ક્રિપ્ટો કરન્સીમાં દેવાળુ ફુંક્યું હોવાની શંકા
-
માતાની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ
સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની કુર હત્યા કર્યા બાદ નાટકબાજ સ્મિતના ફોનમાંથી ટ્રેડિંગ એપ્લિકેશન મળી છે,સાથે જ ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કરતો હોવાથી તેમાં દેવાળું ફૂંક્યું હોવાની શકયતાના આધારે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની કુર હત્યા કર્યા બાદ માતા-પિતા ઉપર પણ ઘાતકી હુમલો કરી પોતાના ગળા સહિત શરીરના અલગ-અલગ ભાગે ચપ્પુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિત જીયાણીના ફોનમાં શેર બજાર સહિતની ટ્રેડિંગ એપ્લિકેશન મળી આવી છે. આ સાથે ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કરતો હોવાથી તેમાં દેવાળું ફૂંક્યું હોવાની શકયતાના આધારે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. સ્મિતની સારવાર કરનાર ડોક્ટરના મત મુજબ સ્મિતની તબિયત સારી છે પરંતુ જ્યારે પોલીસ તેની પૂછપરછ માટે પહોંચે એટલે ગળામાં દુખે છે, બોલાનું નથી, આંખ બરાબર ખુલતી નથી એમ કહી તપાસમાં સહકાર આપવાને બદલે ગોળ-ગોળ ફેરવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં પિતા લાભુભાઈની તબિયત સુધારા ઉપર છે જયારે તેના માતાની હાલ હાલત ગંભીર છે અને આઇસીયુમાં સારવાર ચાલી રહી છે.