સુરત : મામા બન્યા હેવાન,ભાણેજની હત્યા કરીને લાશના ટુકડા થેલામાં પેક કર્યા બાદ ખાડીમાં ફેંકી દીધા

ધંધાકીય હિસાબને લઈને મામા ભાણેજ વચ્ચેના સંબંધોનો કરૂણ અંજામ આવ્યો મામાએ ભાણેજની હત્યા કરીને તેના મૃતદેહના 7 ટુડકા કરી થેલા પેક કરીને ખાડીમાં ફેંકી દીધા

New Update
  • મામાએ ભાણેજની કરી હત્યા

  • ધંધાની બાબતે થયો હતો ઝઘડો

  • ભાણેજ પર ઉંઘમાં જ કર્યો હુમલો 

  • લાશના ટુકડા કરીને ખાડીમાં નાખી દીધા

  • પોલીસે હત્યારા મામની કરી ધરપકડ  

સુરતના ઉધના ભાઠેનામાં ધંધાકીય હિસાબને લઈને મામા ભાણેજ વચ્ચેના સંબંધોનો કરૂણ અંજામ આવ્યો છે. મામાએ ભાણેજની હત્યા કરીને તેના મૃતદેહના 7 ટુડકા કરી થેલા પેક કરીને ખાડીમાં ફેંકી દીધા હતા.પોલીસે આરોપી મામાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં ભાઠેના શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને મૂળ બિહારના 30 વર્ષીય મો.ઇફ્તેખાર વાજીદ અલીતેમના ભાણેજ મો.આમીર આલમ ઉ.વ.20 સાથે ભાઠેના વિસ્તારમાં સરખા ભાગે સિલાઈ મશીનનું ખાતું ચલાવતા હતા. મામા મો. ઇફ્તેખાર ભાણેજ આમીર આલમ પાસે ધંધાનો હિસાબ માંગતા હતાપરંતુ ભાણેજ હિસાબ આપવામાં આનાકાની કરતો હતો. આ બાબતને લઈને બંને વચ્ચે વિવાદ ચાલતો હતો.

ગત રવિવારે રાત્રે મામા-ભાણેજ રૂમ ઉપર સૂતા હતા. ત્યારે સોમવારે સવારે મો. ઇફ્તેખારે બોથડ પદાર્થ વડે ભાણેજ આમીરની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી મામાએ તેની લાશના અલગ અલગ ટુકડા કર્યા હતાજેમાં માથુંધડબંને પગ અને અન્ય અંગોનો સમાવેશ થાય છે. આ ટુકડાઓને પાંચ અલગ-અલગ થેલામાં પેક કર્યા હતા અને બાદમાં તે પાંચેય થેલા ભાઠેના ખાડીમાં ફેંકી દીધા હતા.

ઘટના અંગે પોલીસ ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી,અને તપાસ શરૂ કરી હતી,પોલીસે ફાયર બ્રિગેડની મદદથી ખાડીમાંથી લાશના ટુકડા બહાર કાઢ્યા હતા,અને હત્યારા મામા ઇફ્તેખાર અલીની ધપરકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

Latest Stories