સુરત : બેકાબૂ પિકઅપ વાને ડિવાઈડર કુદાવી બાઈકચાલકોને ફંગોળ્યા, દંપતિ સહિત 4 લોકોના મોત

નવી પારડી જતી પિકઅપ વાનનું ટાયર ફાટી જતાં પિકઅપે ડિવાઈડર કુદાવી સામેથી આવતી 2 બાઈક અને રાહદારીને અડફેટે લેતાં એક મહિલા સહિત 4 વ્યક્તિના મોત

New Update
સુરત : બેકાબૂ પિકઅપ વાને ડિવાઈડર કુદાવી બાઈકચાલકોને ફંગોળ્યા, દંપતિ સહિત 4 લોકોના મોત

સુરતમાં વેલંજાથી નવી પારડી જતી પિકઅપ વાનનું ટાયર ફાટી જતાં પિકઅપે ડિવાઈડર કુદાવી સામેથી આવતી 2 બાઈક અને રાહદારીને અડફેટે લેતાં એક મહિલા સહિત 4 વ્યક્તિના મોત નીપજ્યા હતા.

સુરતના કામરેજના અંત્રોલી ગામની હદમાં હનુમાન દાદાના મંદિર પાસે વેલંજા- નવી પારડી રોડ ઉપર ગત રવિવારે રાત્રે વેલંજાથી આવતી પિકઅપ વાન નં. RJ-19-GF-8840નું ટાયર અચાનક ફાટી ગયું હતું, ત્યારે પિકઅપ વાન ડિવાઈડર કુદાવી સામેના ટ્રેક પરથી આવતા મૂળ ભાવનગરના બાઇક સવાર દંપતી વિપુલ ગોહિલ અને ગીતા ગોહિલ તેમજ અન્ય બાઇક ઉપર સવાર 20 વર્ષીય અજય એરડા અને 30 વર્ષીય ભાવેશ ભરડા સહિત એક રાહદારી વૃદ્ધને અડફેટે લીધા હતા. જેમાં દંપતી સહિત 4 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે ભાવેશ ભરડાને ઈજા થતાં સારવાર અર્થે ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનામાં પિકઅપ ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. અકસ્માત થતાં જ અંત્રોલીના ગ્રામજનો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતક દંપતી રજાની મજા માણવા ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળા તેઓને કાળ ભરખી ગયો હતો, ત્યારે હાલ તો આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત નિપજતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories