સુરત: સંઘ સુપ્રીમો 2 દિવસની સુરતની મુલાકાતે,જુઓ શું છે કાર્યક્રમ

New Update
સુરત: સંઘ સુપ્રીમો 2 દિવસની સુરતની મુલાકાતે,જુઓ શું છે કાર્યક્રમ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત બે દિવસના સુરતના પ્રવાસે પહોંચ્યા છે ત્યારે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સુરતના પ્રવાસે છે. અડાજણ ખાંતે આંબેડકર ભવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય ખાતે રોકાણ કરશે. આજે સવારે તેઓ ટ્રેન મારફત સુરત પહોંચ્યા હતા. બે દિવસ દરમિયાન તેઓ સુરત શહેરમાં વિવિધ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગકારોને મળશે. સાયન્સ સેન્ટર ખાતે તેઓ હિન્દુત્વ વિષય પર પ્રવચન આપશે. મોહન ભાગવતના સુરત રોકાણ દરમિયાન સામાજિક અગ્રણીઓ ને વર્તમાન સમયના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા. સુરતના જાણીતા હીરા ઉદ્યોગકારો અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ તેઓ આરએસએસ કાર્યાલય ખાતે મીટિંગ કરશે. મોહન ભાગવત અને મુલાકાતથી ભાજપ સંગઠન સક્રિય થઇ ગયું છે. મોહન ભાગવત જ્યારે પણ આ પ્રકારના પ્રવાસ કરે છે ત્યારે સ્થાનિક નગરની અંદર રાજકીય અને સામાજિક રીતે જે મહત્ત્વના મુદ્દા હોય છે એના પર તેઓ ચર્ચા કરતા હોય છે. ભાજપના સંગઠનના કેટલાક મહત્ત્વના હોદ્દેદારો પણ મોહન ભાગવત સાથે બેઠક કરે એવી શક્યતા છે. જોકે સત્તાવાર રીતે કોણ કોણ મોહન ભાગવતને મળવાના છે એ અંગેની કોઈ માહિતી આપવામાં આવી નથી

Latest Stories