દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત આયોજન
ચોકબજાર સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે વિશેષ પ્રદર્શન
કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે શુભારંભ
સાંસદ, મેયર, ધારાસભ્યો સહિત પદાધિકારીઓની હાજરી
સ્વ. અટલજીની સ્મૃતિ કાયમી જાળવી રાખવાનો ઉદ્દેશ્ય
ભારત રત્ન અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બીહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે સુરત શહેરના ચોકબજાર સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે આયોજિત પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભારત રત્ન અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બીહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત શહેરના ચોકબજાર વિસ્તાર સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનનો મુખ્ય હેતુ શહેરીજનોમાં સ્વ. અટલબિહારી વાજપેયીજીની સ્મૃતિ કાયમી જાળવી રાખવાનો છે, ત્યારે આ પ્રદર્શનનો કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ કિશોર માવાણી, ધારાસભ્યો, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.