Connect Gujarat
સુરત 

સુરત : વેક્સિનનો બીજો ડોઝ નહીં લેનારને આકર્ષવા પાલિકાનો અનોખો પ્રયાસ, શરૂ કર્યું 1 લીટર તેલનું વિતરણ.

સુરત શહેરના લોકોમાં કોરોના સામે રક્ષણ આપતી વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે

X

સુરત શહેરના લોકોમાં કોરોના સામે રક્ષણ આપતી વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે, ત્યારે વહેલા તે પહેલાના ધોરણે વેક્સિનનો બીજો ડોઝ લેનારને પાલિકા દ્વારા વિનામૂલ્યે એક લીટર તેલ આપવાનું શરૂ કરાયું છે.

રાજ્યમાં સૌથી પહેલા વેક્સિનનો પહેલો ડોઝ આપવા માટેની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં સુરત કોર્પોરેશનને સફળતા મળી છે, ત્યારે દિવાળી બાદ કોરાના સંક્રમણના કેસમાં વધારો થઈ શકે તેવી ચિંતાને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા નોક ટુ ડોરથી લઈને અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, બીજા ડોઝ લેવામાં કેટલાક લોકો ઉદાસીન દેખાઈ રહ્યા છે. જોકે, અનેક પ્રયાસો કરવા છતાં પણ તેને વેગ મળી રહ્યો નથી, ત્યારે હવે લોકોને આકર્ષવા માટે પાલિકા દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

જોકે, જે લોકોએ બીજો ડોઝ નથી લીધો, ત્યારે વહેલા તે પહેલાના ધોરણે વેક્સિનનો બીજો ડોઝ લેનારને 1 લીટર જેટલું તેલ વિનામૂલ્યે આપવાનું શરૂ કરાયું છે. જેમાં 6,42,800 લોકોએ સમય થઈ ગયો હોવા છતાં, હજુ પણ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી, ત્યારે આવા લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને રસીકરણ કેન્દ્ર સુધી લાવવા માટે આ નવી સ્કીમ ખૂબ જ કારગત નીવડશે. આ તકે પાલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે બીજો ડોઝ લેનારને તેલ વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

Next Story