/connect-gujarat/media/post_banners/88366036c73a94a9adf09ee4d6d13f608f4092d64090de6aa7e0f1238b1f7982.webp)
સુરતના કામરેજ તાલુકામાં હિંદુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોના યુવાનોએ પઠાણ ફિલ્મ ન જોવાનું નક્કી કરી ટિકિટના રૂપિયાથી રાશનની કીટ તૈયાર કરી તેનું ગરીબોમા વિતરણ કર્યું હતું
વિશ્વભરમાં શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ પઠાણ રીલીઝ થઈ છે જો કે ઠેર ઠેર આ ફિલ્મ બાબતે વિરોધ નોંધાવવામાં આવી રહયો છે જે અંતર્ગત સુરતના કામરેજમાં હિન્દુ સંગઠનોના આગેવાનો દ્વારા પઠાણ ફિલ્મનો અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોના યુવાનોએ ફિલ્મની ટિકિટના રૂપિયાથી રાશનની કીટ તૈયારી કરી હતી અને તેનું ગરીબોમાં વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વહિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા