સુરત અપરણિત શિક્ષિકાનું સ્મીમેર હોસ્પિટલમાં એબોર્શન,ભ્રુણના DNA ટેસ્ટની તજવીજ

ગર્ભવતી બનેલી પુણા ગામની ટયુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સ્પેશિયલ કોર્ટ પોકસોના જજ રાકેશ ભટ્ટે ગ્રાહ્ય રાખીને ગર્ભપાતની મંજૂરી આપતો હુકમ કર્યો હતો,

New Update
aaa

સુરતમાં 23 વર્ષીય ટ્યૂશન શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરીને જતી રહી હતી. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે ચાર દિવસ બાદ શિક્ષકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યા હતા.

જેમાં શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાનો માલુમ પડ્યું હતું. સમગ્ર મામલે શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરીને ગર્ભપાત માટે મંજૂરી માંગી હતી. કોર્ટે મંજૂરી આપતા સ્મીમેર હોસ્પિટલમાં શિક્ષિકાનું એબોર્શન કરાયું હતું. જ્યારે હવે ભ્રુણનો DNA ટેસ્ટ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી અને ગર્ભવતી બનેલી પુણા ગામની ટયુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સ્પેશિયલ કોર્ટ પોકસોના જજ રાકેશ ભટ્ટે ગ્રાહ્ય રાખીને ગર્ભપાતની મંજૂરી આપતો હુકમ કર્યો હતોત્યારે આજે ગુરુવારે 15 મે, 2025 શિક્ષિકાનું એબોર્શન કરવામાં આવ્યું છે. ભ્રુણનો DNA ટેસ્ટ કરાવવા માટે ગર્ભને સાચવી રાખવા એજન્સીને જણાવાયું છે. ભ્રુણના DNA સેમ્પલ સાથે 13 વર્ષના કિશોરનો  DNA ટેસ્ટ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ આગામી બે મહિનામાં આવે તેવી શક્યતા છે.

Latest Stories