સુરતના ચોર્યાસી ટોલનાકા પર સ્થાનિક વાહનચાલકો પાસે ટોલ વસૂલવામાં આવતા વાહનચાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો
સુરતમાં સ્થાનિક વાહન ચાલકોને ટોલમુક્ત લઈને ચોર્યાસી ટોલ બુથ હમેશા વિવાદમાં રહ્યું છે. સ્થાનિક વાહન ચાલકો પાસે ફરી ટોલ ઉઘરાવવાનું નક્કી કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર કામરેજના ચોર્યાસી ટોલ નાકા પર સ્થાનિક વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર હંગામો કર્યો હતો. લોક ટોળું ભેગું થઇ જતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હાલ તો મામલો થાળે પાડ્યો હતો.ટોલ પ્લાઝા દ્વારા સ્થાનિક જી. જે.5 અને જી. જે 19ના વાહન ચાલકો પાસે 50 ટકા ટોલ 5 તારીખથી શરૂ કરવાનું નક્કી કરાતા સ્થાનિક વાહન ચાલકોએ એનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે હાલતો પોલીસે મામલો થાળે પાડ્યો છે પણ આવનાર સમયમાં ટોલ ઉઘરાવવાને લઇ સ્થાનિકો રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે એવા સંકેત મળી રહ્યા છે