Connect Gujarat
સુરત 

સુરત : ડિંડોલીમાં બ્રિજ નીચે પાર્ક કરેલા વાહનો ભડકે બળ્યા, ફટાકડાથી આગ લાગી હોવાનું અનુમાન..!

બ્રિજ નીચે પાર્ક કરેલા વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી.

X

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બ્રિજ નીચે પાર્ક કરેલા વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. મળતી માહિતી અનુસાર, સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બ્રિજ નીચે પાર્ક કરેલા વાહનોમાં અચાનક જ આગ ભડકી ઉઠી હતી, ત્યારે વાહનોમાં આગ લાગતાંની સાથે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ મનપાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી,

જ્યાં પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો બીજી તરફ, આગની ચપેટમાં પાર્ક કરેલ કાર અને ટેમ્પો સહિતના વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની કે, મોટી દુર્ઘટના નહીં બનતા લોકોએ રાહત અનુભવી હતી, ત્યારે હાલ તો ફટાકડાના તણખલાના કારણે વાહનોમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવ્યું છે.

Next Story