Connect Gujarat
સુરત 

સુરત: ભાજપના નેતાઓનો દારૂ પીતો વિડીયો વાયરલ, બેકગ્રાઉન્ડમાં સોંગ વાગ્યું "અભી જિંદા હું તો જી લેને દો"

સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખ અને બક્ષીપંચ મૉર્ચાના મહામંત્રીનો દારૂ પીતો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે

X

રાજ્યમાં લઠ્ઠાકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે સુરતના વોર્ડ નં.16 પુણા(પશ્ચિમ)ના ભાજપના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને વોર્ડ ન.16ના જ ભાજપના બક્ષીપંચ મૉર્ચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થઇ ગયા હતા. બંને દારૂના ગ્લાસ પકડી ચર્ચા કરતા વીડિયોમાં સ્પષ્ટ નજરે પડ્યા હતા. જ્યારે વીડિયોમાં બોલવૂડ સોંગ પણ વાગી રહ્યા હતા.

બંને દારૂના ગ્લાસ પકડી ચર્ચા કરતા વીડિયોમાં સ્પષ્ટ નજરે પડતા હતા.મહેફિલમાં અન્ય એક કે બે વ્યક્તિ પણ હોવાનું વીડિયો પરથી જણાય રહ્યું હતું. વિડીયોમાં' અભી ઝિંદા હું તો જી લેને દે,ભરી બરસાત મેં જી લેને દે' સોંગ પણ વાગી રહ્યું હતું.

Next Story
Share it